Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે રહેણાક કે ગીચ વિસ્તારોમાં ફટાકડા ફોડવા ગેરકાયદેસર

હવે રહેણાક કે ગીચ વિસ્તારોમાં ફટાકડા ફોડવા ગેરકાયદેસર
, ગુરુવાર, 31 ઑક્ટોબર 2013 (16:45 IST)
P.R
બજારમાં ઉપલબ્ધ લગભગ દરેક ફટાકડો ધડાકા સાથે એવો જોરદાર અવાજ સર્જે છે. જે કાનુનીપણે પરવાનગી અપાયેલી મર્યાદાથી ખૂબ જ ઉપર છે. દિવાળીના તહેવારમાં તમારા માટે આ શુભ સમાચાર નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા બિનસરકારી સંગઠન આવાઝ ફાઉન્ડેશન દ્વારા આ પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ કરાયેલો દરેક ફટાકડાનો અવાજ દિવસના સમય (સવારે ૬ થી રાતના ૧૦) દરમિયાન કાનુનીપણે પરવાનગીપાત્ર ડેસીબલ સ્તરથી વધુ હતો.

વિવિધ કંપનીઓ દ્વારા બનાવાતા વિભિન્નર પ્રકારના ત્રેવીસ ફટાકડાનું પરીક્ષણ કરાયું હતું. આવાઝ ફાઉન્ડેવશનનાં સંચાલકે જણાવ્યું હતું કે આ પરીક્ષણ ખુલ્લામાં કરાયું હોવા છતાં કાનના પડદા ફાડી નાખે એવો અવાજ હતો. હારબંધ બિલ્ડિંાગોવાળી સાંકડી ગલીઓમાં લોકો આવા ફટાકડા ફોડે ત્યા રે કેવો અવાજ થાય તેની માત્ર કલ્પ્ના કરવી રહી.

એરીયલ ફાઉન્ડેશન અને પ્રકાશવાળા ફટાકડા સુદ્ધાનાં અવાજનો સ્તર ૮૯.૨ અને ૧૧૩.૨ ડેસીબલની રેન્જીમાં ખૂબ ઊંચો હતો. જે પરવાનગીપાત્ર મર્યાદાથી ખૂબ વધુ હતો. સૂતળી બોમ્બં ૧૧૪.૬ થી ૧૧૪.૬ ડેસીબલની રેન્જરમાં અવાજનો સ્તતર ધરાવતા હતા જયારે સીરીયલ બોમ્બ૧ના અવાજનો સ્તેર ૧૧૪.૬ થી ૧૩૩.૬ ડેસીબલની રેન્જોમાં હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે આ અહેવાલ ઉપરીઓને પાઠવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખશે. જોઈન્ટં પોલીસ કમિશ્નરે (કાયદો અને વ્યવસ્થા) જણાવ્યું હતું કે એકસપ્લોસઝીવ ડીપાર્ટમેન્ટ૪ને અમે અહેવાલ મોકલાવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને પકડવામાં અમે તેને સહાય કરશું.

માત્ર અવાજ તેમના સ્વાસ્થ્યને જ અસર નથી કરતો. દહીસરના રહેવાસી અમર કેશવાણી જણાવે છે કે આખુ શહેર ધુમાડા વડે ભરાઈ જાય છે.

હું અસ્થડમા (દમ) થી પીડાઉ છું અને ઝેરી ધુમાડાને કારણે આ મોસમ દરમિયાન મારી તબિયત વધુ બગડે છે.

નિષ્ણાંથતો જણાવે છે કે ફટાકડા ફોડવા માટે ચોક્કસ નક્કી કરેલા વિસ્તાણરો ધરાવીને આ સમસ્યાત ઉકેલી શકાય. ખુલ્લા મેદાનોમાં ફટાકડા ફોડવા પ્રત્યેા આપણે લોકોને ઉત્તેજન આપવું જોઈએ અને રહેણાંક વિસ્તાષરોમાં માત્ર ફુલઝડીઓ અને દિવાઓની છૂટ અપાવી જોઈએ. પર્યાવરણને લગતી ચિંતાઓને કારણે ફટાકડા ફોડવાનું કરનારા લોકોની સંખ્યાટ વધી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati