Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં એક કારખાના માલિકને મળ્યું ૧.૧૧ કરોડનું લાઇટ બિલ!

સુરતમાં એક કારખાના માલિકને મળ્યું ૧.૧૧ કરોડનું લાઇટ બિલ!
, ગુરુવાર, 8 મે 2014 (17:50 IST)
ગુજરાતના શહેરી વિસ્તારમાં વીજભાવમાં વધારો ઝીંકાતા મોંઘવારીના ખપ્પરમાં હોમાતી જનતાને હજી કળ વળી નથી ત્યાં વીજ કંપનીઓના કારભારમાં કઇ હદે લોલમલોલ ચાલતી હોય છે તેનો ચિતાર આપતો બનાવ સુરત ખાતે બન્યો હતો. સુરતના એક વિવિંગ કારખાનેદારને વીજકંપનીએ ૧.૧૧ કરોડનું માતબર લાઇટ બિલ ફટકારી દેતા કારખાનેદારને આંખે તમ્મર આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ, ગોડાદરાની એક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં વિવિંગ યુનિટ ધરાવતા હેતલ મીઠાઇવાલાને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ચાલુ મહિનામાં રૂપિયા ૧કરોડ ૧૧ લાખ ૬૫ હજારનું તોતીંગ વીજ બીલ ફટકારી દેતા વિવરના હોશ ઉડી ગયા હતા. દર મહિને સરેરાશ ૩૦થી ૩૨ હજારનું બીલ આવતું હોય અચાનક કરોડ રૂપિયાથી વધુની બીલ મળતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી.

કરોડો રૂપિયાનો નફો કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની (ડીજીવીસીએલ)નું ખાનગી કરણ થવા છતાં તેનો કારભાર લોલમલોલ હોવાની ફરિયાદ જનતા વ્યક્ત કરી રહી હતી.

સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિવર્સે કહ્યું હતું કે, એક તો ગયા મહિને કારીગરોની હડતાળને કારણે લગભગ દસ દિવસ યુનિટો બંધ રહ્યા હતા. એવામાં લાઇટ બિલ ઓછું આવવા જોઇએ એના બદલે ભળતી સળતી રકમના સરેરાશ વધારે પડતા બિલ ફટકારાયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati