Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંખેડાની મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો, ત્રણ બાળકો મૃત જાહેર કરાયા

સંખેડાની મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો, ત્રણ બાળકો મૃત જાહેર કરાયા
, સોમવાર, 22 ઑગસ્ટ 2016 (13:04 IST)
છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના એક ગામની મહિલાએ એક સાથે પાંચ બાળકોને નોર્મલ ડિલિવરીથી જન્મ આપ્યો હોવાની ઘટના બની હતી. લગભગ બે કલાકને ચાલીસ મિનિટ સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ ત્રણ બાળકો મૃત હોવાથી માતા અને અન્ય બે બાળકોને વધુ સારસંભાળ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સંખેડા તાલુકાના બહાદરપુર ગામની મહિલા સવિતાબેન દેવાજી વણઝારા નામની મહિલાને પ્રસૃતિની પીડા ઉપડતા સંખેડા રેફરલ હોસ્પીટલમાં ખસેડ઼વામાં આવી હતી.  જ્યાં મહિલાની પ્રસૃતિ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. રવિવારે બપોરે ૨.૩૫ વાગે પહેલી પ્રસૃતિ થઇ હતી, જ્યારે છેલ્લી પ્રસૃતિ ૫.૧૫ વાગે થઇ હતી.   મહિલાએ નોર્મલ ડિલીવરીમાં જ કુલ પાંચ બાળકો જન્મ આપ્યો હતો. જેમાં ચાર દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો હતો. સાતમા મહિને જ થયેલ આ પ્રસૃતિમાં ત્રણ બાળકો તો મૃત હાલતમાં જન્મ્યા હતા. જેમાં એક દીકરો અને બે દીકરીઓને સમાવેશ થાય છે. આ ઘટનાના પગલે આખરે ડિલિવરી કરના મહિલા તથા તેની બે દીકરીઓની વધુ સારી રીતે સાર સંભાળ અને સારવાર કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કડાણામાંથી 5.25 લાખ ક્યુસેક પાણી છોડાયું, 120 ગામમાં એલર્ટ જાહેર