Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી ભટ્ટે નાણાવટી પંચ સમક્ષ કરેલ ઉલ્લેખ

શ્રી ભટ્ટે નાણાવટી પંચ સમક્ષ કરેલ ઉલ્લેખ
ગાંધીનગર , મંગળવાર, 24 મે 2011 (11:47 IST)
2002ના કોમી રમખાણો પાછળ જવાબદાર કારણોની તપાસ દરમિયાન શ્રી ભટ્ટે સામે આવીને પોતે કેટલીક અંદરની વાતો જાણે છે એવ એફીડેવિટ પુરાવા સાથે નાણાવટી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની ઉલટ તપાસ કરવા દરમિયાન તેમને પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તેમણે કહ્યુ કે - 'તેઓએ 2002ના કોમી રમખાણોના તમામ અહેવાલો તમામ ઉચ્ચ અધિકારીઓને આપ્યા હતા.

આ રિપોર્ટમાં તેમણે તોફાનોને લગતી તમામ માહિતી, મેસેજ વગેરે મોકલ્યા હતા. આ મેસેજમાં એવુ પણ જણાવવમાં આવ્યુ હતુ કે પોલીસ રમખાણોને થામવા સકારાત્મક પગલા લેતી નથી. આ ઉપરાંત તેમણે પૂછાયેલા પ્રશ્નના શ્રી ભટ્ટે કહ્યુ કે તેઓ કોમી રમખાણો દરમિયાન યોજાયેલી બેઠકોમાંથી લગભગ દસથી વધુ બેઠકોમાં હાજર હતા. વધુ એક પ્રશ્નમાં તેમણે પૂછવામાં આવ્યુ કે આ પહેલા તમે સત્ય લોકો સામે કેમ ન લાવ્યા ? શુ તમને કોઈ ધમકી મળી હતી ? જેના જવાબમાં તેમણે કહ્યુ કે ના, મને કોઈ ધમકી મળી નહોતી. તેમણે એ પણ જણાવ્યુ કે 1લી માર્ચ 2002ના રોજ અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાધેલા તોફાનો વિરુદ્ધ ધરણા પર બેસ્યા ત્યારે 3 માર્ચ 2002ના રોજ મુખ્યમંત્રી અમરસિંહને મળ્યા હતા જે બેઠકમાં હુ હાજર હતો. મોદીએ કહ્યુ હતુ કે હાલ જે વાતાવરણ છે તે જોતા, જે કંઈ પણ થયુ તે મારી અને તમારી સાથે પણ થઈ શકે છે. તેથી હાલ શાંતિ રાખો.

Share this Story:

Follow Webdunia gujarati