Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળાનું આગમન: નલિયામાં 12 ડિગ્રી

શિયાળાનું આગમન: નલિયામાં 12 ડિગ્રી
, બુધવાર, 18 નવેમ્બર 2015 (14:36 IST)
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજથી શિયાળાની સીઝન શ થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ગઈકાલે ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ આજે સવારે 5 વાગ્યાથી લઘુત્તમ તાપમાનનો પારો ધડાધડ નીચે ઉતરી ગયો હતો અને સરેરાશ 1થી 3 ડિગ્રી તાપમાન નીચું ઉતરતા લોકોએ શિયાળાની સીઝનના પ્રથમ દિવસે ઠંડીનો અનુભવ કર્યો હતો.
 
નલિયામાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી હતું તેમાં આજે 3 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલે 18.7 અને આજે 18.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
 
ભાવનગર, ભૂજ, નલિયા, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી, ગાંધીનગર, મહવા, વલસાડ, વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ, ડિસા, વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે સરકી ગયું છે.
 
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં 16.5, ડિસામાં 16, વડોદરામાં 18.4, ભાવનગરમાં 18, ભૂજમાં 17, સુરેન્દ્રનગરમાં 18.6, કંડલામાં 16.3, અમરેલીમાં 17.6, ગાંધીનગરમાં 17, મહવામાં 18.7, વલસાડમાં 15.1, વલ્લભ વિદ્યાનગરમાં 19.8 અને માંડવીમાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
 
લઘુત્તમ તાપમાનની સાથોસાથ મહત્તમ તાપમાન પણ નીચે ઉતર્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી નીચે ઉતરી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati