Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહી ઈમામને આતંકવાદીઓનાં નામ ખબર છે!

શાહી ઈમામને આતંકવાદીઓનાં નામ ખબર છે!

ભાષા

અમદાવાદ , ગુરુવાર, 16 ઑક્ટોબર 2008 (13:03 IST)
ગુજરાત સહિત દેશભરમાં આતંક મચાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત પેદા કરનાર આતંકવાદીઓનાં નામ આગામી 23 નવેમ્બરનાં રોજ ટાઉન હોલ ખાતે યોજાનાર ભારત બચાવ સંમેલનમાં જાહેર કરવામાં આવશે.

આતંકવાદીઓ સાથે મુસ્લિમ લોકોને જોડી દેવામાં આવ્યાં છે. પરતું ઈસ્લામ ક્યારેય નિર્દોષ લોકોનાં જીવ લેવાની તાલિમ આપતું નથી. ઈસ્લામ નામ પર આતંકવાદ ફેલાવનારનાં નામ જાહેર કરી લોકોન સાચી હકીકતથી વાકેફ કરાશે. તેમ ઈદમિલન સમારોહનાં પ્રસંગ દરમિયાન મૌલાના મુફ્તી શબ્બીર અહેમદ સીદ્દીકી અશરફીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદનાં બનાવોથી દેશની એકતા અને અખંડિતતા પર ખતરો પેદા થયો છે. આ બનાવોથી મુસ્લિમો પણ ચિંતિત છે. અને, આતંકવાદને મુસ્લિમ સાથે જોડી દેવાની ઘટના ખુબ જ દુખદ છે.

અશરફીએ જણાવ્યું હતું કે 23 નવેમ્બરનાં રોજ ટાઉનહોલ ખાતે યોજાનારા ભારત બચાવ સંમેલનમાં આતંકવાદીઓ સંગઠનો સાથે અમારે કોઈ ઘરોબો નથી. અમે તેમના મૃત્યુ પાછળ નમાઝ પણ અદા કરતાં નથી તેમ છતાં ઈસ્લામ તથા મુસ્લિમોને બદનામ કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati