Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાળાઓમાં ફરજિયાત યોગનું શિક્ષણ આપવાનો નિર્ણય

શાળાઓમાં ફરજિયાત યોગનું શિક્ષણ આપવાનો નિર્ણય
, શનિવાર, 13 ડિસેમ્બર 2014 (16:06 IST)
સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રી યોગ દિવસ તરીકે ઉજવવાના નિર્ણયની સાથે જ રાજ્યની ભાજપ સરકારે પણ હવે શાળાઓમાં યોગનું શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુએ ઉક્ત નિર્ણયને આવકાર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્ર્વ સમક્ષ ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનું મહત્ત્વ જીવનમાં સ્વીકારવાની હિમાયત કરી હતી. જેને વિશ્ર્વના ૧૭૫ દેશોનું સમર્થન મળ્યું છે. જે નરેન્દ્રભાઇ મોદીની વૈશ્ર્વિક ફલક પર સ્વીકૃતિ અને આદરનું પ્રતિબિંબ છે. છેલ્લા છ મહિનામાં જુદા જુદા દેશોના વડા પ્રધાનના પ્રવાસ અને અન્ય દેશના રાજદ્વારીઓના ભારતના પ્રવાસ દરમિયાન દેશની એક અલગ ઓળખ ઉભી થઇ છે. વિશ્ર્વ ભારતના મતને સમજતુ અને સ્વીકારતુ થયું છે, એવું જણાવીને નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં દેશ વિશ્ર્વ ગુરુના સ્થાને પહોંચશે, એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી

Share this Story:

Follow Webdunia gujarati