Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિસ્ફોટ મામલે ચારની ધરપકડ

વિસ્ફોટ મામલે ચારની ધરપકડ

ભાષા

, બુધવાર, 30 જુલાઈ 2008 (17:40 IST)
અમદાવાદ. અમદાવાદમાં થયેલા વિસ્ફોટ મામલે પોલીસે મંગળવારે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી ગુજરાત, રાજસ્થાન અને પંજાબના નકશા તથા ઉર્દુમાં લખેલા કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક અશોક યાદવે પીટીઆઇને કહ્યું હતું કે, અમે ગુજરાતના વિવિધ જિલ્લાના ચાર શખ્સોને ગુજરાત, રાજસ્થાન અને પંજાબના નકશા સાથે ઝડપ્યા હતા. આ શખ્સોની અહમદ શેખ ઇમરાનખાન, મોહમ્મદખાન વજીર ખાન પઠાણ અને હકીમશાહ ફકીર તરીકે ઓળખ થઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati