Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં

વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં
, શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (16:47 IST)
સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમને વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાની જાહેરાત ગુજરાત ક્રિકેટ એસોશિએસન (જીસીએ)ના પ્રમુખ અને ભારતીય જનતા પક્ષના વડા અમિત શાહે કરી હતી. અમિત શાહના હસ્તે અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે જીસીએના નવા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ગુજરાત કોલેજ ખાતે આશરે સાત કરોડ રૃપિયાના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે.

આ સમારંભમાં રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગુ્રપ પ્રેસિડેન્ટ પરીમલ નથવાણી તેમજ જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીન પણ હાજર રહ્યા હતા. સમારંભમાં અમીત શાહે જણાવ્યું હતુ કે, અમે મોટેરા સ્ટેડિયમને વિશ્વનું શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે કટિબધ્ધ છીએ. અમે તે માટેનો પ્રોજેક્ટ અને એક ડિઝાઇન પણ તૈયાર કરી છે. જો કે તાજેતરની ચૂંટણીને કારણે આ પ્રોજેક્ટને થોડા સમય માટે સ્થગિત કરવો પડયો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડે પણ મોટેરા સ્ટેડિયમને પ્રેક્ષક ક્ષમતાની રીતે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવાની યોજનામાં સહાય કરવાની ખાતરી આપી છે. ક્રિકેટની માળખાકીય સુવિધાઓ સુધરાને કારણે ગુજરાતના ખેલાડીઓને વધુસ ારા દેખાવની પ્રેરણા મળશે.
પ્રેક્ષકની ક્ષમતાની રીતે જોઇએ તો વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જેની પ્રેક્ષક ક્ષમતા ૧,૦૦,૦૨૪ની છે, જ્યારે બીજા ક્રમે સીડનીનું મેદાન છે, જેની પ્રેક્ષક ક્ષમતા ૮૨,૫૦૦ની  છે. કોલકાતાના ઇડન ગાર્ડનની પ્રેક્ષક ક્ષમતા આશરે ૧ લાખની હતી, જો કે થોડા સમય પહેલા તે ઘટીને આશરે ૮૦ હજાર થઇ ગઇ હતી. જ્યારે મોટેરા સ્ટેડિયમની હાલની પ્રેક્ષક ક્ષમતા ૫૫,૦૦૦ની છે. હવે જો મોટેરાને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું હોય તો પ્રેક્ષક ક્ષમતામાં આશરે ૪૬,૦૦૦ સીટનો વધારો કરવો પડે તેમ છે.


Share this Story:

Follow Webdunia gujarati