Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા શહેરમાં સુલેમાની ચાલીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પત્થરમારો આગચંપીના બનાવો

વડોદરા શહેરમાં સુલેમાની ચાલીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પત્થરમારો આગચંપીના બનાવો
, મંગળવાર, 31 મે 2016 (23:52 IST)
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થવાના મામલે વડોદરા શહેર ફરી ચર્ચામાં આવ્યું છે. આ વખતે સુલેમાની ચાલીમાં સવારથી દબાણ હટાવવાની કામગીરી માટે પહોંચેલી કોર્પોરેશનની ટીમને લોકોએ નિશાના પર લીધી હતી. પોલીસે  ગીરી કરી તો સ્થાનિકોએ પોલીસ પર પત્થરમારો શરૂ કર્યો હતો. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે સામાન્ય બળ પ્રયોગ કર્યો તો લોકોનો આક્રોશ વધુ ભભૂકી ઉઠ્યો અને પત્થારમારા સહિત આગચંપીના બનાવો પણ બન્યા હતા.

   સ્થાનિક ટીવી રિપોર્ટ મુજબ અગાઉ દબાણ હટાવવાની કામગીરીમાં સફળતા ન મળ્યા બાદ ફરી આજે સુલેમાની ચાલીમાં દબાણ હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી. પણ સ્થાનિકોએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરીને કાયદાનું ઉલ્લંઘન શરૂ કર્યું. તંત્રની કામગીરીથી ગુસ્સે ભરાયેલા લોકોએ ૮દ્મક ૧૦ જેટલા વાહનોને આગ ચાંપી હતી. તો પોલીસના તંબૂને પણ આગ લગાવ્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો જે બાદ પણ પત્થરમારા અને આગચંપીના બનાવો બન્યા જેથી પોલીસે આગળ કાર્યવાહી કરીને ૩૦ જેટલા લોકોની અટકાયત કરી છે.

   શહેરના વિકાસ માટે આ પ્રકારની કામગીરી કરવી જરૂરી માનવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ લોકોના આક્રોષના કારણે દબાણની કામગીરીને અસર પહોંચી છે. લોકોએ સરકારની માલ મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું. આ વિસ્તારમાંથી પસાર થતી શહેરી બસ સેવાના રુટમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે એસઆરપીની બે ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી સમાચાર લાઈવ - બ્રેકિંગ ન્યુઝ હેડલાઈન્સ, આજના સમાચાર