Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા એકસપ્રેસ વે

વડોદરા એકસપ્રેસ વે
, બુધવાર, 29 જૂન 2016 (15:52 IST)
વડોદરાથી મુંબઈ વચ્ચે બનનારા નવા એક્સપ્રેસ-વેને મંજુરી આપી દેવામાં આવી છે. આ એક્સપ્રેસ-વે વડોદરાથી શરૂ કરવામાં આવશે. જે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને થાણેને જોડશે. તેમજ વડોદરાથી  અમદવાદ વચ્ચે પહેલાથી એક્સપ્રેસ-વે બનેલો છે. આમ આ પ્રોજેક્ટ બન્યા બાદ અમદાવાદથી મુંબઈ એકસ્પેસ-વેથી જોડાઈ જશે.  જેના કારણે અમદાવાદથી મુંબઈ વચ્ચેનુ અંતર માત્ર ૬ કલાકમાં જ કાપી શકાશે.

જો કે કેન્દ્રીય પર્યવરણ મંત્રાલયની મંજુરી મળી હોવા છતાં આ પ્રોજેક્ટને આડે હજી અનેક સમસ્યાઓ રહેલી છે. ૩૮૦ કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટ આડે સૌથી મોટી સમસ્યા જમીન સંપાદનની છે. લાંબા સમયથી જમીન સંપાદન મામલે આ પ્રોજેક્ટ અટવાયેલો પડ્યો છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ સાથે જોડાયેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે આ પ્રોજેક્ટની કામગીરી ત્રણ તબક્કામા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવશે. જે કામ અત્યારે ચાલુ છે.

 જો કે નવસારી  અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘર અને થાણેના જમીન માલિકો પોતાની જમીન આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે હવે આ પ્રોજેક્ટને કેન્દ્રીય વન અને પર્યવાર વિભાગની મંજુરી મળતા તેનુ ગ્રાઉન્ડ વર્ક આ મહીને જ શરૂ કરી દેવામાં આવશે.  આ પ્રોજેક્ટ વડોદરાથી શરૂ થઈને થાણે સુધી બનવાનો છે. જેના માણે થાણે જિલ્લાની ૧૩૭ હેક્ટર, નવસારી જિલ્લાની ૪૫૪ હેક્ટર, વલસાડ જિલ્લાની ૫૮૮ હેક્ટર, સુરત જિલ્લાની ૬૮૮ હેક્ટર, ભરૂચ જિલ્લાની ૭૮૨ હેક્ટર અને વડોદરા જિલ્લાની ૭૧૬ હેક્ટર જમીન સંપાદન કરવવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેફટી નો પ્રશ્ન હાઇકોર્ટ