Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન મનમોહનસિંહ ર૬મીએ અમદાવાદમાં બુધ્ધિજીવીઓને મળશે

વડાપ્રધાન મનમોહનસિંહ ર૬મીએ અમદાવાદમાં બુધ્ધિજીવીઓને મળશે
, મંગળવાર, 22 એપ્રિલ 2014 (15:21 IST)
વડાપ્રધાન મનમોહનસિંહ આગામી તા. ર૬મીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં બુધ્ધિજીવીઓ અને કર્મશીલો સાથે યોજાયેલી બેઠકને સંબોધશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહૂલ ગાંધી અનુક્રમે તા.ર૪ અને તા.ર૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની મુલાકાતથી કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં ગરમાવો આવી ગયો છે.
આ વખતે ગુજરાત કોંગ્રેસ બરાબર આક્રમક બનીને ભાજપને ટક્કર આપી રહી છે. તમામ વિવાદોથી અત્યાર સુધી પર રહ્યા બાદ હવે કોંગ્રેસ તેના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારી રહી છે. તા.ર૪મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ખેરાલુ અને વલસાડ ખાતે જાહેરસભાને સંબોધવાના છે.

ત્યારબાદ તા.ર૬મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહૂલ ગાંધી અમરેલી, બોટાદ અને દેવગઢ બારિયા ખાતે સભાઓ સંબોધવાના છે. અને હવે તા.ર૭મી માટે વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાયો છે.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તા.ર૭મીએ વડાપ્રધાન મનમોહનસિંહ અમદાવાદની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ તે દિવસે સાંજે પાંચ વાગ્યે અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં શહેરના બુધ્ધિજીવીઓ અને કર્મશીલો સાથે ગોષ્ઠી કરશે. આ સંમેલનમાં ભાગ લીધા બાદ તેઓ તુરંત પરત દિલ્હી જવા રવાના થઈ જશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં એક જોમ અને જુસ્સાનું વાતાવરણ ઉભું થયું છે.       

Share this Story:

Follow Webdunia gujarati