Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન નરેન્દ્ર મોદી Vibrant Gujarat 2015નું ઉદઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી Vibrant Gujarat 2015નું ઉદઘાટન કરશે
, બુધવાર, 27 ઑગસ્ટ 2014 (17:02 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જાન્યુઆરીમાં યોજાનાર Vibrant Gujarat 2015 summitનું ઉદઘાટન કરશે. આ સમ્મીટ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે બુધવારે રોકાણકારો સાથે મળેલી બેઠકમાં નવી દિલ્હી ખાતે Vibrant Gujarat 2015ને લગતી તમામ જરૂરી બાબતો પર ચર્ચા કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતની સમ્મીટમાં એક હજારથી વધારે મહેમાનોને આમંત્રિત કરાયા છે. જેમાં અન્ય દેશોના એમ્બેસેડર, મીડિયા હાઉસનાં પ્રતિનીધીઓ અને ઈન્ડસ્ટ્રીઝ લીડર્સનો સમાવેશ થાય છે.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન સૌપ્રથમ વાર Vibrant Gujarat summitની આગેવાની કરશે લોકોને સંબોધશે.

આ વખતની સમ્મીટને સોશ્યલ મીડિયા પર પણ પ્રમોશન મળે તેવી વ્યુહરચના ઘડવામાં આવી છે. જેથી વધુમાં વધુ મીડિયા કવરેજ થકી લોકો સુધી પહોંચી શકાય. આ ગુજરાતની સાતમી સમ્મીટ હશે કે જ્યાં ઓસ્ટ્રેલીયા, કેનેડા. જાપાન, નેધરલેન્ડ, સિંગાપોર, સાઉથ આફ્રિકા અને યુકે પણ ભાગ લેશે

Share this Story:

Follow Webdunia gujarati