વડગામ તાલુકાના ઉમરેચા ગામના દેવીપુજક મનજીભાઇ પુંજાભાઇના ત્યાં 11 માસનો એક બકરો છે. જેના શરીરની રૂવાટીમાં 786 અને ચાંદનું નિશાન ઉપસેલું દેખાતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જ્યાં બે લોકોએ રૂ. 4.51 લાખ સુધીની કિંમતની ઓફર કરી હતી.પરંતુ આ દેવીપૂજક યુવકે આ બોકડીયાને આવતાં વર્ષે બકરી ઇદ નિમિત્તે વેચાણ કરશે તેમ જણાવ્યું હતું. બહારની બજારમાં આ બોકડીયાની રકમ બે થી ત્રણ ઘણી વધી જશે તેવું જાણકારો માની રહ્યા છે. 13મી સપ્ટેમ્બરના મંગળવારે બકરી ઇદના દિને બકરાની કુરબાની માટે બકરાની ખરીદી કરતા હોય છે જે બકરાઓમાં અલ્લાહ લખેલુ દેખાતા બકરાની કિંમત વધુ બોલાતી હોય છે. મરોલી ચારર રસ્તાઓમાં સમીર નગરમાં રહેતા મૈલાના ઇસ્ફાક કુરેશી ત્યાં બે વર્ષના બકરાની ગરદન પર કુદરતી ઉર્દુમાં અલ્લાહ લખાયેલુ છે. આ બકરો 20 દિવસ પહેલા ઈસ્ફાક કુરેશીએ સચીન બકરા મંડીથી રૂ.32 હજારમાં ખરીદી કર્યો હતો. હાલમાં આ બકરાની ગરદન પર અલ્લાહનું નામ દેખાતા આ બકરાની કિંમત 1 લાખથી વધુ બોલાઇ રહી છે.