Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભાની ચૂંટણી ભાજપને અભૂતપુર્વ સફળતા અપાવનારી પૂરવાર થશે - મોદી

લોકસભાની ચૂંટણી ભાજપને અભૂતપુર્વ સફળતા અપાવનારી પૂરવાર થશે - મોદી
, બુધવાર, 31 જુલાઈ 2013 (10:41 IST)
P.R
2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી ભાજપને અભૂતપુર્વ સફળતા અપાવનારી પૂરવાર થવાની છે તેવું જણાવીને રાજ્યસભાની વિપક્ષી નેતા અરૂણ જેટલીએ આજે ભાજપના પ્રવક્તાઓને યુપીએ સરકારની નિષ્ફળતા અને ગુજરાત સરકારની સફળતાના મુદ્દાઓને લઇને અસરકારક ભૂમિકા નિભાવવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ અને સુશાસનનો સંદેશ જન-જન સુધી લઇ જવાની કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલી ભાજપના મીડિયા સેલની કાર્યશિબિરમાં બોલતા જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌ કાર્યકર્તાઓ યુ.પી.એ. સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચાર, આંતરિક સુરક્ષાના મામલે નિષ્ફળતા સહિતના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરવા જોઇએ.

આ શિબિરમાં બોલતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આજે કોંગ્રેસના દિશાવિહિન ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત થઇ ગયો છે. મોંઘવારી-ભ્રષ્ટાચારને વકારવારનારી કોંગ્રેસ અસત્યનો સહારો લઇને પ્રજાને ગુમરાહ કરવા પ્રયત્નશીલ બની છે ત્યારે કોંગ્રેસના દિલ્હીના શાસકોના કુકર્મોને પ્રજા સમક્ષ ખૂલ્લા પાડવી મીડિયા કાર્યકરોએ સજાગ બનવું જોઇએ. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્મ્ાૃતિ ઇરાની, રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતા રમન, આઇ.કે.જાડેજા, કૌશિકભા ઇપટેલ, ભરત પંડ્યા, હર્ષદ બ્રહ્મભટ્ટ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati