Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવસ્ટોરી- પ્રેમી-પ્રેમિકા તેમજ ત્યજી દીધેલ બાળકનું પુનઃમિલન

લવસ્ટોરી- પ્રેમી-પ્રેમિકા તેમજ ત્યજી દીધેલ બાળકનું પુનઃમિલન
અમદાવાદ: , બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (15:57 IST)
પોલીસની કુનેહ અને અદાલતની સરાહનીય ભૂમિકાના પગલે ફિલ્મ સ્ટોરી જેવી કહાણી બહાર આવી છે. પ્રેમી-પ્રેમિકા તેમજ ત્યજી દીધેલ બાળકનું પુનઃમિલન થયું છે. ‌ થ્રલર લવસ્ટોરીને આંટો મારે તેવી સત્ય કહાણી અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં બની છે.

શાહીબાગમાં આવેલા ઘોડાકેમ્પ પાસેના ન્યુ લક્ષ્મીનારાયણ છાપરા પાસેની કચરાપેટીમાંથી તા.૧૩-૦૯-ર૦૧પના રોજ રાત્રે ૯-૦૦ વાગ્યે ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવતાં શાહીબાગ પોલીસે બાળકને કબજે લઈ તેની મે‌િડકલ સારવાર કરાવી હતી. ર૧ સપ્ટેમ્બર-ર૦૧પના રોજ બાળકને રાયપુર મહિપતરામ આશ્રમમાં મૂકી આવ્યા હતા. શાહીબાગ પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ રામભાઈએ તપાસ શરૂ કરીને ન્યુ લક્ષ્મીનારાયણ છાપરા પાસે પૂછપરછ કરી હતી ત્યારે એવી બાતમી મળી કે,એક યુવતી થોડા સમય પહેલાં ગર્ભવતી હતી.
પોલીસે નીકીતા પરમારની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી. પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને પડોશમાં રહેતા વિજય પરમાર સાથે પ્રેમ હતો. તેની સાથેના સંબંધથી તેણે પુત્રને જન્મ આપ્યો હતો. કુંવારી માતા બન્યાના ડરથી બાળકને કચરાપેટીમાં ત્યજી દીધું હતું. શાહીબાગ પોલીસે નીકીતા અને તેની માતાની ૧૩ જાન્યુઆરીના રોજ બાળકને ત્યજી દેવાના ગુનામાં ધરપકડ કરીને જામીન પર મુક્ત કર્યા હતા. શાહીબાગ પોલીસે બાળક, નીકીતા અને વિજય પરમારના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા, જેનો રિપોર્ટ ૩૦ જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો હતો.

બીજી તરફ વિજય પરમારે નીકીતા સાથે 10 જાન્યુઆરી, 2016ના રોજ શાહીબાગ સિ‌િવલ હોસ્પિટલ પાસેના ખો‌િડયાર માતાના મંદિરમાં કુટુંબીજનોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. નીકીતાએ બાળકને જન્મ આપ્યો ત્યારે સગીર હોઇ નીકીતાના પિતાએ શાહીબાગ પોલીસમથકમાં વિજય પરમાર સામે ફરિયાદ કરતાં શાહીબાગ પોલીસે પોસ્કો સહિતના ગુના હેઠળ ૧૪-૧-ર૦૧૬ના રોજ ગુનો નોંધીને વિજય પરમારની ધરપકડ કરી હતી. બીજી તરફ વિજય પરમારે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં ર૦ જાન્યુઆરીના રોજ એડ્વોકેટ મુસ્તાક એમ. શેખ મારફતે અરજી કરી હતી, જેમાં ફરિયાદી અને ભોગ બનેલ યુવતીએ કોર્ટમાં હાજર રહીને જણાવ્યું હતું કે બન્ને વચ્ચે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો, જેના થકી એક બાળકનો જન્મ થયો હતો, જે બાળક હાલમાં મહિપતરામ આશ્રમમાં છે. ૧૦ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ બન્ને જણાનાં કુટુંબીજનોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. પોસ્કોના ખાસ જજ એમ.જી.ઠક્કરે વિજય પરમારને ૧૦,૦૦૦ના શરતી જામીન ઉપર રર જાન્યુઆરીના રોજ મુક્ત કર્યો હતો.

પછી નીકીતા પરમારે મેટ્રોપો‌િલટન કોર્ટમાં અરજી કરીને દાદ માગી હતી કે ત્યજી દેવામાં આવેલ બાળક અમારું છે, જે હાલમાં રાયપુર મહિપતરામ આશ્રમમાં રાખવામાં આવ્યો છે. મારા બાળક વગર હું રહી શકું તેમ નથી. સમાજમાં આબરૂ ના જાય તે માટે આજદિન સુધી બાળક અંગે કોઈ કાર્યવાહી કરી નથી. હવે બાળક વગર રહી શકીએ તેમ નથી. બાળકનો ઉછેર મારા પતિ વિજય સાથે રહીને સારી કરીશું. સમાજમાં બાળકને માતા-પિતાનું નામ આપવાનું નક્કી કર્યું છે. બાળક ખૂબ નાનું હોવાથી તેને માતાની હૂંફની જરૂર છે.

ત્યારબાદ ચીફ મેટ્રોપો‌િલટન મેજિસ્ટ્રેટ એમ.કે.ચૌહાણે રાયપુર મહિપતરામ આશ્રમના અધીક્ષકને બાળકનો કબજો તેની માતા નીકીતાને સોંપવા માટે હુકમ કર્યો હતો, જેના આધારે ગઈ કાલે રાયપુર મહિપતરામ આશ્રમમાંથી બાળકનો કબજો નીકીતા અને તેના પતિ વિજય પરમાર મેળવીને ખુશખુશાલ થઇ ઘરે લઈ ગયા હતા. એડ્વોકેટ મુસ્તાક એમ. શેખે જણાવ્યું હતું કે ખરેખર શાહીબાગ પોલીસે કુનેહપૂર્વક તપાસ કરીને પરિવારને ભેગો કર્યો હતો. અદાલતે સહાનુભૂતિ રાખી પરિવારને ભેગાે કરવા માટે કરેલા હુકમને લીધે બાળકને તેનાં માતા-પિતા મળી શકયાં છે. સૌપ્રથમ વાર મુદ્દામાલ તરીકે બાળકને છોડાવવા માટે મેટ્રો. કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati