Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેઢીયાળ વહીવટમાં થ્રી સ્ટારઃ પોસ્ટમોર્ટમ હોસ્પિટલની લોબીમાં કરવું પડયું

રેઢીયાળ વહીવટમાં થ્રી સ્ટારઃ પોસ્ટમોર્ટમ હોસ્પિટલની લોબીમાં કરવું પડયું
, મંગળવાર, 30 સપ્ટેમ્બર 2014 (13:34 IST)
પોરબંદર જિલ્લાની સૌથી મોટી અને રેઢીયાળ વહીવટમાં પણ સૌથી ઉંચુ નામ ધરાવતી ભાવસિંહજી હોસ્પિટલમાં લાશો સાચવવાનું મશીન બગડી ગયું હોવાથી એક મૃતદેહની જીવાત ચારે બાજુ ફેલાઈ જવાને કારણે તીવ્ર વાસ આવતી હોવાથી એક યુવાનનું મોત થતાં તેનું પોસ્ટમોર્ટમ હોસ્પિટલની લોબીમાં કરવું પડયું હતું.

પી.એમ. રૃમમાં લાશ સાચવવાનું મશીન મહિનાઓથી બંધ હોવાને કારણે શનિવારે રાત્રે પોસ્ટમોર્ટમ હોસ્પિટલની લોબીમાં કરવાની તબીબોને ફરજ પડી હતી. કેમ કે એક જીવાતવાળો અને કોહવાયેલો મૃતદેહ છાયાનાં કિશોર સોઢાનો મળી આવ્યો હતો. તેનું પી.એમ. શક્ય બન્યું નહીં પરંતુ તે મૃતદેહની જીવાત ચારે બાજુ ફેલાઈ ગઈ હતી અને ત્યાર બાદ કુછડી નજીક વાહન અકસ્માતે હારૃન જુસબ સાટી નામના યુવાનનું મોત નિપજતાં તેનું પોસ્ટમોર્ટમ ફરજીયાતપણે હોસ્પિટલની લોબીમાં કરવું પડયું હતું.

એકબાજુ જિલ્લા કલેકટર અને તંત્ર સફાઈ અભિયાન યોજી રહ્યું છે, તો બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં આવી સ્થિતિ છે. કોલ્ડરૃમનું મશીન બગડી ગયાના મહિનાઓ બાદ પણ સમારકામ કરાવી શક્યા નથી. દર્દીઓ પાસે સારવારના પૈસા લેતી રોગી કલ્યાણ સમિતિને તગડી કમાણી થાય છે અને તેના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૃએ જિલ્લા કલેકટર જવાબદારી સંભાળે છે. આથી એ સમિતિમાંથી જરૃર પડયે રકમ કાઢીને પણ મશીનનું સમારકામ કરાવવું જોઈએ અથવા નવું મશીન વસાવી દેવું જરૃરી બની ગયું છે. આ અંગે સામાજીક કાર્યકરે રજુઆત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati