Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂ.પપ લાખના ગાંજો અને વિદેશી દારૂનો જથ્થો કબજે

રૂ.પપ લાખના ગાંજો અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદ, , ગુરુવાર, 23 જુલાઈ 2015 (17:46 IST)
બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલ રૂ.પપ લાખના ગાંજા અને વિદેશી દારૂના જથ્થાને પોલીસે રાજ્યની જુદી જુદી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ઝડપી લઇ સઘન તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે સુરત અને નવસારી પોલીસને સંયુકત બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નં.૮ પર એંધલ ગામ નજીકથી ગાંજાનો જથ્થો ભરી એક ટેમ્પો અમદાવાદ તરફ જઇ રહ્યો છે. પોલીસ ટીમોએ વોચ ગોઠવી ફિલ્મીઢબે આ ટેમ્પાને ઝડપી લઇ જડતી કરતાં તેમાંથી આશરે રૂ.રર લાખની કિંમતનો પ્લાસ્ટિકના થેલામાં ભરેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે શખ્સની ધરપકડ કરી તેમની ઊલટ તપાસ કરતાં આ ગાંજાનો જથ્થો અમદાવાદ પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું. અમદાવાદમાં આ જથ્થો કોને આપવાનો હતો તેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. પોલીસે ગાંજાનો જથ્થો અને ટેમ્પા સાથે રૂ.ર૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજરાતમાં નશીલા પદાર્થો મહારાષ્ટ્રથી ઘૂસાડવામાં આવતા હોવાની બાતમીના આધારે પોલીસે રાજપીપળાના સાગબારા હાઇ વે પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ધનસેરા ચેકપોસ્ટ પાસેથી એક કારને ઝડપી લઇ તપાસ કરતાં તેમાંથી આશરે રૂ.ચાર લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.છ લાખનો મુદ્દામાલ કબજે કરી મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત શામળાજી ચેકપોસ્ટ પરથી અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રકો પસાર થતી હોવાની બાતમીને આધારે પોલીસે ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એવી બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી એક ટ્રક ચેકપોસ્ટ પાસેથી પસાર થઇને અમદાવાદ જવાની છે. આ બાતમીને આધારે પોલીસે કડક નિગરાની રાખી મોડી રાત્રે એક ટ્રકને ઝડપી લઇ તેમાંથી વિદેશી દારૂની પ૩૦ પેટી, આશરે ર૦,૦૦૦ જેટલા બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આશરે રૂ.ર૧ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી જગદીશસિંહ લાભસિંહ નામના શખ્સની અટકાયત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati