Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના બે ન્યાયાધીશ સસ્પેન્ડ

રાજ્યના બે ન્યાયાધીશ સસ્પેન્ડ

વેબ દુનિયા

અમદાવાદ , મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (22:47 IST)
ફરજમાં ગેર વર્તણુંક અને ગેરશિસ્ત હાથ ધરવાના ગંભીર આક્ષેપો સબબ રાજ્યના બે ન્યાયાધીશોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે.

આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ન્યાયાધીશ તરીકેની પોતાની ફરજમાં ગેરવર્તણુંક આચરવાના પ્રકરણમાં પાટણના ડિસ્ટ્રીક્ટ જજ બી.એમ. નાયક અને ગાંધીનગર સિનિયર ડિવિઝન પ્રિન્સીપલ જજની વિરૂધ્ધમાં હાઇકોર્ટને ફરિયાદો મળી હતી. જેમાં પ્રાથમિક તપાસના અંતે આ આક્ષેપોમાં તથ્ય જણાતાં હાઇકોર્ટે આ બંને જજોને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી ઉપર ઉતારી દીધા છે.

Share this Story:

Follow Webdunia gujarati