Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેઘરાજાની રી-એન્ટ્રી

મેઘરાજાની રી-એન્ટ્રી
, સોમવાર, 31 ઑગસ્ટ 2015 (15:35 IST)
વરસાદની વાટ જોઈ રહેલાં ખેડૂતપુત્ર પણ ભારે મૂંઝવણમાં પડી ગયા હતા. વરસાદી વાદળોની વાટ જોઈ રહેલાં લોકોની આશા પૂરી થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સોમવારના રોજ વહેલી સવારથી લાંબા ગાળા બાદ મેઘરાજાની પધરામણી થઇ હતી.

શ્રાવણ માસમાં વરસાદ થાય તેનું ખાસ મહત્વ હોય છે પરંતુ આ વર્ષે શ્રાવણ માસ અડધો પૂરો થઇ ગયો છતાં વરસાદના ક્યાંય એંધાણ દેખાતા ન હતા. છેલ્લાં કેટલાય દિવસોથી રાહ જોવડાવી રહેલાં મેઘરાજાએ ફરી એક વાર એન્ટ્રી કરી છે. સવારથી જ મેઘરાજાએ પોતાની એન્ટ્રી કરી હતી. સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લોકો છેલ્લાં ઘણાં દિવસોથી બફારો અનુભવી રહ્યા હતા. વરસાદ પડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સુરતમાં પીક અવર્સ દરમિયાન વરસાદ પડતાં લોકોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાળા કોલેજ જતાં બાળકો વરસાદમાં ભીંજાયા હતા. કામ ધંધા માટે નીકળેલાં લોકોને છત્રી કે રેઈનકોટ લઈને ન નીકળ્યા હતા તેઓએ મજબૂરીથી ભીંજાવું પડ્યું હતું. સવારમાં જ વરસાદ પડતાં લોકોની સવાર થોડી ઓફ મૂડ જેવી જણાઈ હતી.

લાંબા ગાળા બાદ વરસાદ જોવા મળ્યો છે ત્યારે આગામી એક અઠવાડિયામાં સારો વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં એક સારી મેઘસવારી આવી પહોંચે તેવી શક્યતાઓ છે. આગામી 5 થી 7 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં તોફાન સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે.

Share this Story:

Follow Webdunia gujarati