Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી દસમા ધોરણમાં ભણતી 16 વર્ષની સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી

મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી દસમા ધોરણમાં ભણતી 16 વર્ષની સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી
, શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:31 IST)
વડોદરામાં થોડા સમય પહેલા બિન મુસ્લિમ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાની પત્રિકા વોટ્સએપ પર ફરતી થઈ, તેના કારણે ઊભો થયેલો વિવાદ તાજો છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી દસમા ધોરણમાં ભણતી 16 વર્ષની સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મુસ્લિમે પોતાનું નામ એકલવ્ય પટેલ હોવાનું કહી છોકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે છોકરીને મોબાઇલ ફોન આપ્યો હતો અને તેના પર બંને જણાં વાત કરતાં હતાં. છોકરીના પિતાને મોબાઇલ ફોન પર શંકાસ્પદ રીતે વાત કરતી દીકરીને જોઇને શંકા જાગી હતી, તેમણે આ મામલે તપાસ કરતાં મુસ્લિમ યુવકે પોતાની દીકરીને ફસાવી હોવાની જાણ થઈ હતી.

આ ઘટનાને પગલે છોકરીના પિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા પછી પોલીસે ગઈ કાલે રાત્રે રાજેશ મોહમ્મદ અલી શેખ નામના આ મુસ્લિમ યુવકની ધરપકડ કરી હતી. આ ઘટના પછી એબીપી અસ્મિતાએ છોકરીના પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમના પિતાએ અત્યારે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati