Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુન્નાભાઇ આઇપીએસ કોપી કરતા પકડાયા

મુન્નાભાઇ આઇપીએસ કોપી કરતા પકડાયા
, સોમવાર, 28 એપ્રિલ 2008 (11:53 IST)
અમદાવાદ. ગુજરાત કેડરના એક વરિષ્ઠ આઇપીએસ અધિકારી ગાઁધીનગર લો કોલેજમાં એલએલબીની વાર્ષિક પરિક્ષામાં કોપી કરતા શુક્રવારના રોજ પકડાઇ જતાં સમગ્ર શિક્ષણજગતમાં હોબાળો મચી ગયો હતો. એક આઇપીએસ અધિકારી ચોરી કરતા પકડાયા ત્યારે સામાન્ય વિદ્યાર્થિઓને શું શીખ મળે.

ગુજરાત વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ શ્રી એનકે પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ શ્રી રજનીશ રાય નકલ કરતા પકડાઇ ગયા હતાં. તેઓ 1992 બેચના આઇપીએસ અધિકારી છે. એમની સાથે 9 અન્યને પણ કોપી કરતા પકડવામાં આવ્યા હતાં. હાલમાં રાય ક્રાઇમ બ્રાંચના ડીઆઇજી છે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી રાયને શહાબુદ્દીન એનકાઉંટર કેસમાં ડીજી વણજારા અને અન્ય બે આઇપીએસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારી રાયે રાજય સરકારના એક મંત્રીના ઘરે સરકારની મંજૂરી વગર તપાસ હાથ ધરી હતી. આમ તેઓ મોટાભાગે સમાચારોમાં રહેતા આવ્યા છે. આ વખતે તો તેઓએ પરિક્ષામાં ચોરી કરી પોતાની બચેલી ઇજ્જતના ધજીયા ઉડાડી દીધા છે.

Share this Story:

Follow Webdunia gujarati