Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિલકત જપ્તીનો અધિકાર રાજ્યને પણ મળશે: કેન્દ્ર કાયદો સુધારશે

મિલકત જપ્તીનો અધિકાર રાજ્યને પણ મળશે: કેન્દ્ર કાયદો સુધારશે
, શનિવાર, 9 જાન્યુઆરી 2016 (16:39 IST)
આગામી સમયમાં બેનામી સંપત્તિના કિસ્સામાં જ્યારે પણ સ્થાવર કે જંગમ મિલકતની જપ્તીની નોબત આવે તો તેનો અધિકાર કેન્દ્રની સાથોસાથ રાજ્ય સરકારને પણ મળશે. આ ઉપરાંત વારસાગત સંપત્તિના મામલામાં વારસદાર પાસેથી પણ ટેક્ષ વસૂલ કરાય, ટ્રસ્ટોને પણ બેનામી સંપત્તિના પ્રકરણમાં દાખલ કરાય, ખોટી એફિડેવીટના કિસ્સામાં વધુ કડકાઈપૂર્વક પગલાં ભરાય, બેનામી સંપત્તિના ડિસ્ક્લોઝર (જાહેર કરાય) થાય ત્યારે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ ઉપરાંત રાજ્ય સરકારને પણ કાર્યવાહી કરવાની સત્તા મળે, મિલક્ત ટ્રાન્સફર વખતે સ્થાનિક અધિકારીને તેની ચકાસણી કરવાની સત્તા મળે તેવી સ્થિતિ આકાર પામી છે.
 
જોકે, તેનો આખરી નિર્ણય કેન્દ્ર સરકારના બેનામી સંપત્તિ વ્યવહારના 1988ના કાયદામાં સુધારા ઉપર અવલંબે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશના દરેક રાજ્યોની સરકારો પાસેથી 14 જેટલી બાબતોમાં સુધારા કરવા બાબતે સૂચનો મંગાવ્યા હતા, જેમાં ગુજરાત સરકારે તેની સહમતિનો પત્ર કેન્દ્ર સરકારને પહોંચતો કરી દીધો છે.
 
હાલની સ્થિતિએ બેનામી સંપત્તિના કિસ્સામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર હસ્તક છે પરંતુ જો આવા કિસ્સા જે તે રાજ્યોમાં નોંધાય છે ત્યારે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઉભી થાય છે પરિણામ સ્વરુપ કેટલાક કિસ્સામાં ગુનેગારો કાંતો છટકી જાય છે અથવા બેનામી સંપત્તિનું પ્રમાણ વધતું હોવાનું અને સરકારને વેરા (ટેક્ષ)ની મળવાપાત્ર આવક ગુમાવવાનો વારો આવે છે. જેના કારણે કેન્દ્ર સરકાર હવે, તેના બેનામી સંપત્તિના વ્યવહારો અંગેના કાયદા (1988)માં સુધારા કરવા માંગે છે.
 
આ અંગે કેન્દ્ર સરકારે તૈયાર કરેલું વિધેયક (બીલ) અત્યારે લોકસભાની સ્ટેન્ડીંગ કમીટી હસ્તક છે. આ કમિટીએ આ બિલ મુજબના 14 જેટલા સુધારા કરવા માટે દેશના દરેક રાજ્યો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
 
કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, વૈધાનિક બાબતોના ઉચ્ચાધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવાપાત્ર સુધારા અને તેનાથી રાજ્યના અધિકાર તથા આવક ઉપરની અસરો બાબતો ચચર્-િવિચારણા કરાયા બાદ કેન્દ્ર સરકારને તેના સંભવિત કાયદાકીય જોગવાઈઓમાં સુધારા સાથે સંપૂર્ણ સહમત દશર્વિી દેવામાં આવી છે.
ગુજરાત સરકારે કેન્દ્ર પ્રત્યે સહમતી દશર્વિી દીધી
 
કેન્દ્ર સરકાર કાયદામાં સુધારા કરવા માંગે છે. જેમાં કેન્દ્રની સાથોસાથ રાજ્ય સરકારની સત્તા અંગે ગુજરાત સરકાર પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકારે તેની સહમતી દશર્વિી દીધી છે એમ ગુજરાતના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati