Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેસાણામાં મોઢેરાના સુર્યમંદિર તથા તાના-રીરીની દરગાહ પર એરક્રાફ્ટથી ફુલવર્ષા કરાઇ

મહેસાણામાં મોઢેરાના સુર્યમંદિર તથા તાના-રીરીની દરગાહ પર એરક્રાફ્ટથી ફુલવર્ષા કરાઇ
, મંગળવાર, 21 જૂન 2016 (17:14 IST)
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાના-રીરી સમાધિ આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા  દર વર્ષે કારતક સુદ નોમના દિવસે તાના-રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. તાના-રીરીની સંગીત કલાને સમગ્ર દેશ અને દુનિયામાં પ્રચલિત કરવા માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરની સુપ્રસિધ્ધ ગાયક બેલડી તાના-રીરીની સમાધિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તાના-રીરી સમાધિ સ્થળ ખાતે એરક્રાફ્ટથી યોગ શિબીરાર્થીઓ પર ફુલ વર્ષા કરવામાં આવી હતી.તાના-રીરીએ મલ્હાર રાગ ગાઇ તાનસેનનો દેહને શાતા આપી હતી. આ ભવ્ય સંગીત બેલડીઓની સમાધિ સ્થળ તાના-રીરી ખાતે  યોગ શિબીરનું આયોજન કર્યું હતું. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે યોગ શિબીર કરી શિબીરાર્થીઓએ ધન્યતા અનુંભવી હતી.ઉલ્લેખનીય છે કે આજે યોગ દિવસની સાથે વિશ્વ સંગીત દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. મહેસાણા જિલ્લાના મોઢેરા સુર્યમંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.સુપ્રસિધ્ધ સુર્યમંદિરના સાનિધ્યમાં સુર્યની આરાધના કરતા સુર્યનમસ્કાર અને યોગ નિદર્શનનો કાર્યક્રમો યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિશ્વમાં બેનમુન સ્થાપત્ય ઐતિહાસિક વારસો જાળવતા સુર્યમંદિરમાં યોગ નિર્દશનનો સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
webdunia
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનામતનો લાભ લેવા વિર્ધાર્થી બન્યા ટ્રાન્જેન્ડર બન્યા