Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય એકાઉન્ટિંગમાં ઈન્ટરનેશનલ પદ્ધતિ-સ્ટાન્ડર્ડ શામેલ થશે

ભારતીય એકાઉન્ટિંગમાં ઈન્ટરનેશનલ પદ્ધતિ-સ્ટાન્ડર્ડ શામેલ થશે
, શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (16:34 IST)
ભારતીય એકાઉન્ટિંગ પદ્ધતિમાં ઈન્ટરનેશનલ કક્ષાના એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે તાજેતરમાં ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા ઈન્ટરનેશનલ કક્ષાના ઈન્ડ.એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ (આઈએફઆરસી)ને ભારત સરકારે નોટીફાઈ કરી દીધા છે અને હવે ૧લી એપ્રિલ ૨૦૧૫થી તેનું નોટિફિકેશન પણ અમલમા આવી જશે.મહત્વનું છેકે ભારતીય એકાઉન્ટિંગ પદ્ધતિમાં ગ્લોબ્લ સ્ટાન્ડર્ડ આવતા ભારતીય કંપનીઓની બેલેન્સશીટમાં મોટી ઉથલપાથ થશે અને હવે ભારતીય બેલેન્સશીટ બનશે ઈન્ટરનેશનલ.જો કે સાથે ભારતમાં ગ્લોબલ એકાઉન્ટિંગ પ્રેકટીસીસ પણ શરૃ થઈ જશે.

સમગ્ર દુનિયમાં હાલ અમેરિકા સિવાયના તમામ દેશોમાં આઈએફઆરએસ એટલે કે ઈન્ટરનેશનલ ફાયનાન્સ રિપોર્ટીંગ સ્ટાન્ડર્ડ અમલમાં છે અને તમામ દેશોમાં ઈન્ટરનેશનલ કક્ષાના કોમન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સાથે કંપનીઓની બેલેન્સશીટો તૈયાર થાય છે અને કંપનીઓ પોતાનો નફો દર્શાવે છે.પરંતુ મહત્વનું છે કે ભારતમાં છેલ્લા અનેક વર્ષોથી આઈસીએઆઈ દ્વારા બનાવાયેલા પોતાના એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અમલમાં છે,જેથી હાલ ભારતના સીએ વિદેશોની કંપનીમાં જઈને એકાઉન્ટ લખી નથી શકતા કે કામ નથી કરી શકતા તેમજ ભારતીય કંપનીઓ વિદેશની કંપનીઓ સાથે કમ્પીટ નથી કરી શકતી.જેથી છેલ્લા પાંચ છ વર્ષથી ભારત સરકાર દ્વારા એકાઉન્ટિંગ સીસ્ટમમાં મોટા પાયે ફેરફાર કરીને ગ્લોબલ સ્ટાન્ડર્ડ લાવવા માટે પ્રયત્નો કરતી હતી.દરમિયાન તાજેતરમાં આઈસીએઆઈ દ્વારા ભારતીય એકાઉન્ટિંગ પદ્ધતિમાં મોટા પાયે ફેરફારો કરતા  નવા ઈન્ટરનેશનલ કક્ષાના ઈન્ડ.એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તૈયાર કરાયા છે.આ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફાયનાન્સિંગ રીપોર્ટિંગ સ્ટાન્ડર્ડને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા નોટીફાઈ પણ કરી દેવાયા છે અને હવે આગામી ૧લી એપ્રિલ ૨૦૧૫થી આ માટેનું નોટિફિકેશન પણ અમલમા લાવી દેવાશે. આ અંગે આઈસીએઆઈના રીજનલ કાઉનસિલ મેમ્બર સુબોધ કેડીઆએ જણાવ્યુંહ તું કે આ ઈન્ટરનેશનલ કક્ષાના એકાઉનટિંગ સ્ટાન્ટર્ડ સાથે હવે ભારતીય કંપનીઓની બેલેન્સશીટ ઈન્ટરનેશનલ કક્ષાની બનશે પરંતુ સાથે સાથે ભારતીય ઈકોનોમીમાં મોટી ઉથલપાથલ પણ સર્જાશે કારણકે હવેથી રીલાયન્સ કે ટાટા સહીતની મોટી કંપનીઓએ પોતાના પ્રોફીટ રીપોર્ટિંગને પણ બદલવુ પડશે અને પ્રોફીટ
રીપોર્ટિંગને હવે ઈન્ટરનેશનલ   રીપોર્ટીંગ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું બનાવવુ
પડશે.આ ઉપરાંત આ નોટીફિકેશન અમલમા આવી ગયા બાદ ૧લી એપ્રિલ ૨૦૧૬થી ૫૦૦ કરોડના નેટવર્થવાળી કંપનીઓને આ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ લાગુ પડી જશે.

Share this Story:

Follow Webdunia gujarati