Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં ૯ જાતના મચ્છરો રોગચાળો ફેલાવે છે

ભારતમાં ૯ જાતના મચ્છરો રોગચાળો ફેલાવે છે
, ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (12:51 IST)
માધાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી અંતર્ગત માધાપરની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી રામનગરી ખાતે લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં માધાપરના પીએચસીના મેડિકલ ઓફિસર ડો.કિર્તીકુમાર સીજુ દ્વારા મેલેરીયા અને ડેંગ્યુ તાવ વિશે માહિતી આપવામાં આવી હતી.

જેમાં મચ્છરનું જીવન ચક્ર, પોરાનાશક કામગીરી, મચ્છરથી બચવાના ઉપાયો બતાવવામાં આવ્યા. સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, ઘરમાં લીમડાનો ધુમાડો કરવા, શરીરને બને તેટલુ ઢાંકીને રાખવુ વિગેરે સમજ આપવામાં આવી હતી. મચ્છર નાશકની કામગીરીમાં ઘર આંગણવામાં ખુલા પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખવા, વપરાશના પાણીમાં તેલ અથવા કેરોસીનના ટીપા પાડવા તેમજ દર ત્રીજા કે ચોથા દિવસે પાણીના વાસણો સાફ કરવાથી પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વમાં ૩ર૦૦ જેટલી મચ્છરની જાતો છે જેમાં પ૬ જાતના મચ્છરો વિશ્વમાં રોગચાળો ફેલાવે છે જેમાં ભારતમાં ૯ જાતના રોગચાળો ફેલાવે છે અને કચ્છમાં બે જાતના મચ્છરો રોગચાળો ફેલાવે છે. મચ્છરની ઉત્પતી અટકાવવા માટે ઘર આંગણે ભરાતા વરસાદી પાણી, ટાયરો, પક્ષી કુજ વિગેરે સમયાંતરે સાફ કરવા ઉપર ભાર મુક્યો હતો. આ શિબિરમાં બન્ને જાતના રોગ ફેલાવતા મચ્છરના પોરા વિશે નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. આ શિબિર અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.સીજુ સાથે તાલુકા મેલેરીયા સુપરવાઈઝર જગદીશભાઈ, વી.ડી.ઠક્કર, એમ.પી.ડબલ્યુ પ્રવિણ આહિર અને ભરત ડોડીયા તેમજ આશા બહેનો અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati