Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતના મુસલમાન અને ઈસાઈ હિન્દુ હતા - તોગડિયા

ભારતના મુસલમાન અને ઈસાઈ હિન્દુ હતા - તોગડિયા
અમદાવાદ. , ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (10:26 IST)
તાજેતરના ધર્માતરણ વિવાદની આગમાં ઘી નાખવાનુ કામ કરતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યવાહક અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે ભારતીય મુસલમાનો અને ઈસાઈયોના વંશજ હિન્દુ હતા. ગઈ રાત ગુજરાતના ભાવનગરમાં વિહિપની સ્થાપનાના 50 વર્ષ પુરા થવાના અવસર પર આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તોગડિયાએ કહ્યુ. "ભારતીય મુસલમાનોના વંશજ હિન્દુ હતા. ઈસાઈયોહા વંશજ પણ હિન્દુ હતા. ઈતિહાસ બતાવે છે કે મુગલ સમ્રાટો તરફથી આપવામાં આવેલ યાતનાઓ અને તેની તલવારોના બળ પર અનેક લોકો પોતાનુ ધર્મ પરિવર્તન કરી મુસલમાન બન્યા. 
 
તોગડિયાએ કહ્યુ. 'હાલ ભારતમાં હિન્દુઓ પર કોઈ યાતના નથી થતી અને ન તો તેમના પર બળ પ્રયોગ થાય છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ હિન્દુ સમાજમાં પરત ફરવા માંગતુ હોય તો હિન્દુઓએ તેમને પુરા દિલથી સ્વીકારી લેવા જોઈએ.'  થોડા દિવસો પહેલા એ વાતને લઈને વિવાદ ઉભો થયો હતો જ્યારે દક્ષિણપંથી સંગઠન 'ધર્મ જાગરણ મંચ' એ આઠ ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના આગરા જીલ્લામાં 'ઘર વાપસી' નુ નામ આપીને એક પુનર્ધર્માતરણ સમારંભ આયોજીત કર્યો હતો. 
 
આ સમારંભમાં લગભગ 100 મુસ્લિમોને હિન્દુ ધર્મ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો. જે લોકોએ ધર્માતરણ કરાવ્યુ તેમા મોટાભાગના ઝૂંપડીપટ્ટીમાં રહેનારા ગરીબ લોકો હતા. ગોરખપુરથી ભાજપા સાંસદ યોગી આદિત્યનાથે પણ હિન્દુ સંગઠનના આ આયોજનને યોગ્ય બતાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે આ એક સતત ચાલનારી પ્રક્રિયા છે અને આવુ ચાલુ રહેશે. આદિત્યનાથે અનેક રાજ્યોમાં બનાવેલ કાયદાની જેમ ઉત્તર પ્રદેશમાં પણ એક મજબૂત ધર્માતરણ વિરોધી કાયદો બનાવવાની વકાલત કરી.  
 
આ વિવાદથી સંસદના બંને સદનમાં હંગામો મચાવી દીધો. કથિત ધર્માતરણના મુદ્દા પર વિપક્ષ પ્રધાનમંત્રીના નિવેદનની માંગ કરી રહ્યા છે. આગરામાં ધર્માતરણ મામલામાં રિપોર્ટ નોંધાવ્યા બાદ મુખ્ય આરોપી અને ઉત્તરપ્રદેશમાં ધર્મ જાગરણ મંચના સંયોજક નંદ કિશોર વાલ્મિકીની આગ્રા પોલીસની ગઈકાલે ધરપકડ કરી લીધી.   

Share this Story:

Follow Webdunia gujarati