Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીજેપી સ્થાપના દિવસ : અડવાણીને છોડી રાજનાથ ગયા મોદી પાસે !!

બીજેપી સ્થાપના દિવસ : અડવાણીને છોડી રાજનાથ ગયા મોદી પાસે !!
, શનિવાર, 6 એપ્રિલ 2013 (15:36 IST)
P.R

ભારતીય જનતા પાર્ટીનો આજે 33માં સ્થાપના દિવસ છે. આમ તો આખા દેશમાં પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાય છે,પણ સૌથી મોટો ઉત્સવ પાર્ટી ગુજરાતમાં ઉજવી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ અવસર પર ભવ્ય સમારોહનું આયોજન કરી રહ્યા છે અને તેમા પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જો કે સ્થાપના દિવસના રોજ પાર્ટી બે જૂથમાં વહેંચાયેલી સ્પષ્ટ પણ દેખાય રહી હતી.

વિજય ગોયલે આગમાં ઘી નાખ્યુ

એક બાજુ જ્યા વિજય ગોયલે પીએમ પદને લઈને એકવાર ફરી લાલકૃષ્ણ અડવાણીની દાવેદારીનુ સમથન કરીને અટકલોને નવી હવા આપી દીધી છે. ગોયલે કહ્યુ કે 2014માં બીજેપી અડવાણીના નેતૃત્વ જીત મેળવશે. ગોયલે બીજેપી સ્થાપના દિવસ દરમિયાન ભાષણ દરમિયાન આ વાત કરી. બીજી બાજુ નરેન્દ્ર મોદીના સમારોહમાં પાર્ટીના સૌથી મોટા નેતા લાલ કૃષ્ણ અડવાણી દૂર દૂર જોવા મળી રહ્યા છે. પણ ગુજરાતમાં અધ્યક્ષ રાજનાથ સિંહનુ જોરદાર સ્વાગત થશે. તેઓ આજે સમારંભમાં હાજરી આપશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે રાજનાથ સિંહે મોદી સાથે હાથ મેળવી લીધો છે અને તેમનુ ગુજરાત જવુ સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ કોની તરફથી ઉભા છે. રાજનાથ સિંહ પોતાની ટીમ અના એલાન પચેહે પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે.

પીએમ પદની દાવેદારી પર ઘમાસાન

ટીમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મ્દોઈ અને તેમના નિકટસ્થ અમિત શાહને મુખ્ય સ્થાન મળ્યુ છે. બીજી બાજુ અડવાણી પણ બીજેપીની તરફથી પીએમ પદના દાવેદાર બતાવવામાં આવી રહ્યા છે. આવામાં જો વિજય ગોયલનુ આ નિવેદન પાર્ટીમાં નવેસરથી પીએમ પદની દાવેદારીને લઈને યુદ્ધ છેડી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે પાર્ટીમાંથી આવા જ પ્રકારની વધુ અવાજ ઉઠશે તો. વિજય ગોયલ બીજેપી દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ છે અને તાજતરમાં જ તેમને આ કમાન સોંપવામાં આવી છે. દેખીતુ છે કે બીજેપીમાં તેમનુ પદ મોટુ છે. આવા સમયે તેમનુ આ નિવેદન આગમાં ઘી નાખવાનુ કામ કરી શકે છે.

અડવાણી જૂથ મોદીથી દૂર કેમ ગયા ?

આમ તો લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, ઉમા ભારતી જેવા નેતાઓએ મોદીથી દૂરી બનાવી રાખી છે. આ લોકો અમદાવાદ નથી આવી રહ્યા. નરેન્દ્ર મોદીને કારણે રાજનાથ સિંહ અને લાલકૃષ્ણ અડવાણીની વચ્ચે અંતર વધતુ જઈ રહ્યુ છે. આમ તો જાણવા મળ્યુ છે કે નરેન્દ્ર મોદી પોતે લાલકૃષ્ણ અડવાણીનું સ્વાગત કરશે. મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ માટે સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati