Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી તાંડવ , મુખ્યા સચિવે સમીક્ષા કરી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી તાંડવ , મુખ્યા સચિવે સમીક્ષા કરી
, શનિવાર, 1 ઑગસ્ટ 2015 (17:27 IST)
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી તાંડવના કારણે જાનમાલની ભારે તારાજી સર્જાઇ છે. તંત્ર દ્વારા લોકોની બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે મુખ્ય  સચિવ જી.આર.અલોરિયાએ જિલ્લા માં રાહત-બચાવ અને પુનઃસ્થા પન કાર્યોની સમીક્ષા બેઠક પાલનપુર ખાતે યોજી હતી. બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં પાણીનો નિકાલ, પીવાના પાણીનો પૂરવઠો અને વીજપુરવઠો ઝડપથી પૂર્વવત કરવા અને આરોગ્યાલક્ષી પગલાં ભરવા સંબંધી કામગીરી તાત્કાલિક પુરી પાડવા આદેશ કર્યો હતો.
 
મુખ્ય સચીવ અલોરીયાએ જણાવ્યુ હતું કે, વરસાદની કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તાકરમાં જનજીવન પૂર્વવત થાય તે દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. અસરગ્રસ્ત વિસ્તારરોમાં હેલિકોપ્ટાર અને એન.ડી.આર.એફ દ્વારા બચાવ-રાહત કામગીરી યુધ્ધાના ધોરણે હાથ ધરાઇ છે. આ કામગીરીમાં એસ.આર.પી.ની ત્રણ ટીમો, લશ્કરની ૪ કોલમ અને બી.એસ.એફ.ના ૧૮૦ જવાનો પણ ખડેપગે ફરજ બજાવે છે. જે વિસ્તામરોમાં પાણી ભરાયા છે ત્યાં્થી પાણી નિકાલ અને બચાવ-રાહત કામગીરી બાદ પીવાનું પાણી-વીજપુરવઠો અને ફૂડ પેકેટ ઉપલબ્ધ કરવાની રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે. પૂરથી અસરગ્રસ્તદ ગામોમાં હાલ ૭૮ ટેન્ક્રોથી પાણી પહોંચાડાય છે. ૭૦ જેટલા વોટર હેડ વર્કસ પુનઃ કાર્યાન્વિત કરાયા છે. જે વિસ્તાારોમાં પાણી ભરાયા છે ત્યાંે, કૂલ પ જેટલા ડીવોટરીંગ પંપ કાર્યરત કરીને પાણીનો નિકાલ કરાય છે. આપત્તિના દિનથી દરરોજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨.૫ થી ૩ લાખ ફૂડ પેકેટ મોકલવામાં આવે છે. હજી આગામી ચાર-પાંચ દિવસ સુધી આ વ્યાવસ્થાે ચાલુ રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati