Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોરબંદરમાં શ્રાવણમાસના પ્રથમ સોમવારે 1111 શિવલિંગ !!

પોરબંદરમાં શ્રાવણમાસના પ્રથમ સોમવારે 1111 શિવલિંગ !!
પોરબંદર , મંગળવાર, 13 ઑગસ્ટ 2013 (12:19 IST)
:
P.R
પોરબંદરના યુવાનોએ દરિયાકિનારે ચોપાટી ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે 1111 શિવલિંગ અને એક મહાશિવલિંગ બનાવતાં આકર્ષણ ઊભું કર્યું છે. રાત-દિવસની મહેનતથી સાત યુવાનોએ આ રીતે શિવજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી છે.

આ શિવલિંગ માટે આ યુવાનોએ સતત 40 કલાક કામ કર્યું હતું. તોફાની પવનના લીધે વારંવાર બનાવેલા શિવલિંગ નષ્ટ થઈ જતાં હતાં. જેને કારણે યુવાનોએ 1111 શિવલિંગ બનાવવા માટે લગભગ 1500 શિવલિંગ બનાવવા પડ્યા હતાં.

આ શિવલિંગમાંથી એક મહાશિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને એનું પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા શિવલિંગ જે તે સમયે આ જ રીતે બનાવીને પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હોવાથી યુવાનો દ્વારા હસ્તબનાવટનાં આ શિવલિંગ બનાવવામાં આવ્યાં હતાં.

યુવાનોએ આ શિવલિંગનાં દર્શનાર્થે આવનારાઓ દ્વારા જે કોઈ ફાળો એકત્રિત થશે એ ફાળો પોરબંદરના શારિરિક રીતે અશક્ત લોકોના આશ્રમને દાન આપી દેવાનો પણ સંકલ્પ કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati