Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમની હાજરીમાં મોદી બોલ્યા, કાશ સરદાર પટેલ પ્રથમ પ્રધાનમંત્રી હોત

પીએમની હાજરીમાં મોદી બોલ્યા, કાશ સરદાર પટેલ પ્રથમ પ્રધાનમંત્રી હોત
અમદવાદ , બુધવાર, 30 ઑક્ટોબર 2013 (11:49 IST)
.
P.R


મનમોહન સિંહ અને પ્રધાનમંત્રી પદના ભાજપાના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક સંગ્રહાલયના ઉદ્દઘાટં સમારંભમાં એક જ મંચ પર જોવા મળ્યા. આ દરમિયાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે સરદાર પટેલને દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનાવવા જોઈએ હતા. જો તેઓ પ્રધાનમંત્રી હોત તો દેશનું ભાગ્ય આજે કંઈક અલગ જ જોવા મળ્યુ હોત.

કાર્યક્રમને સંબોંધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં જ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ પર કટાક્ષ કરતા કહ્યુ કે સમય ઓછો છે અને તેમા વડાપ્રધાનને કોંગ્રેસ ભવન જવુ જરૂરી હતુ. મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળેલા વિવિધ એવોર્ડ માટે વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો આભાર માન્યો હતો. અને કહ્યુ હતુ કે સરદાર પટેલનું સ્મારક અને મ્યુઝિયમ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે

વડાપ્રધાન મનમોહન સિંહ, ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્મારકના અધ્યક્ષ દિનશા પટેલ, કેન્દ્રીય મંત્રી ભરત સિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક પહોંચ્યા હતા.

વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે કાર્યક્રમને સંબોંધત કરતા દિનશા પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. સિંહે કહ્યુ કે મહાત્મા ગાંધી સરદાર પટેલને પોતાનો પુત્ર માનતા હતા. સાથે જ પંડિત નહેરૂ અને સરદાર પટેલ વચ્ચે મતભેદ હોવાની બાબત અંગે તેમણે કહ્યુ કે પંડિત નહેરૂ અને સરદાર પટેલ એકબીજાનાં વિચારોનું સન્માન કરતા હતા. મનમોહન સિંહે કહ્યુ કે સરદાર પટેલ કોંગ્રેસી હતા અને તેમનો દ્રષ્ટિકોણ સેક્યુલર હતો. આજે દેશમાં સરદાર પટેલ જેવા આર્દશ જેતાની ખોટ સાલે છે. સરદાર પટેલને દેશની અખંડિતતમાં વિશ્વાસ હતો. અખંડ ભારત માટે સરદાર પટેલે અમુલ્ય યોગદાન આપ્યુ. સરદાર પટેલ કોંગ્રેસનાં નેતા હતા, અને તેમણે કોંગ્રેસને મજબૂત કરવાનું કાર્ય કર્યુ.

ગાંધી આશ્રમની મુલાકાતનો અનુભવ લખતા મનમોહન સિંહે નોંધપોથીમાં લખ્યું છે કે, " આશ્રમની મુલાકાત મારા માટે પ્રેરણાસ્રોત બની રહેશે. ગાંધીજીનું જીવન અને તેમનું કાર્ય આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે."

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati