Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની તબિયત લથડી

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની તબિયત લથડી
જામનગર , મંગળવાર, 23 જુલાઈ 2013 (14:09 IST)
:
P.R
દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની તબિયત લથડતાં તેમના ભક્તો અને અનુયાયીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. શંકરાચાર્યજીને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય સોમવારથી શરૂ થતું ચાતુર્માસ વ્રત દંડીસ્વામી સહિ‌તના સંન્યાસીઓ શરૂ કરી શક્યા ન હતાં.

ગુરૂજી દિલ્હીની ક્રિષ્ના હોસ્પિટલમાં હોય, સંભવત: આવતા બે દિવસ સુધીમાં ગુરૂજીની તબિયત સુધરે તો ચાતુર્માસ નકકી થશે. ગુરૂજીના શંકરાચાર્ય તરીકેના પદગ્રહણ પછી પ્રથમ વખત જ આ પરિસ્થિતિ સર્જા‍ઇ હોય, ધાર્મિ‌ક શાસ્ત્રોના આચાર્ય સાથે પરામર્શ કરી શંકરાચાર્યજીની તબિયત સુધરતાં જ આગામી પાંચમ અથવા તો અગિયારસના દિવસે ચાતુર્માસ વ્રત શરૂ થાય તેવી શક્યતા છે.

ગુરૂને હાલમાં યુરિનલની તકલીફ હોય, જેથી કિડની અને અન્ય જગ્યાએ ઇન્ફેકશન લાગવાથી તબિયત નાદુરસ્ત થઇ હતી. તેથી ક્રિષ્ના હોસ્પિટલના તમામ તબીબો સતત પ્રયત્ન કરે છે, પરંતુ શંકરાચાર્યજીની ઉંમર ૯૦ વર્ષની હોય, અને શારીરિક વજન વધારે હોય તેવી મુશ્કેલી અનુભવી રહ્યા છે.

દ્વારકામાં દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજીનો પણ ચાતુર્માસ કાર્યક્રમ આજથી પ્રારંભ થવાનો હતો. પરંતુ સદાનંદ સરસ્વતીજી પણ દિલ્હીમાં ગુરૂજીની દેખભાળ માટે હોસ્પિટલમાં હોય, તેમનો ચાતુર્માસ કાર્યક્રમ પણ ગુરૂજીનો ચાતુર્માસ વ્રતનાં નક્કી થવાની સાથે જ થશે.

Share this Story:

Follow Webdunia gujarati