Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી સુધરે તો સારુ, અચ્છે દિન કબ આયેંગે

દિવાળી સુધરે તો સારુ, અચ્છે દિન કબ આયેંગે
, સોમવાર, 18 ઑગસ્ટ 2014 (14:42 IST)
મોંઘવારી વધે છે ત્યારે તેની સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર થાય છે. હાલ મોંઘવારીના કારણે સાતમ-આઠમના પર્વ ઉજવવા પણ લોકો માટે મુશ્કેલ બન્યા છે. મોટાભાગની જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે અનેક નાગરીકોના બજેટ ખોરવાય ગયા છે અને બે છેડા ભેગા કરવા મુશકેલ બન્યા છે. મોંઘવારીએ માજા મૂકતા અનેક નાગરીકો કચવાટ કરતા નજરે ચડી રહ્યા છે અને અચ્છે દીન કબ આયેગે ? તેની રાહ જોઈ રહ્યા છે.

રાજયભરમાં સાતમ-આઠમના પર્વનુ ખુબ જ મહત્વ છે અને આ પર્વની લોકો આનંદ સાથે ઉજવણી કરતા હોય છે પરંતુ અત્યારે મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગની આવક કરતા ખર્ચ વધુ છે, તેનુ એકમાત્ર કારણ છે મોંઘવારી. છેલ્લા લાંબા સમયથી લોકો મોંઘવારીથી પરેશાન છે અને આગામી દિવસોમાં મોંઘવારી ઘટશે તેવી લોકો આશા રાખી જીવતા હતા પરંતુ છેલ્લા થોડા દિવસમાં દુધ, મીઠાઈ, ફરસાણ, ખાંડ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ સહિતની જીવન જરૃરીયાત ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવતા લોકોની આશા પર પાણી ફરી વળ્યુ છે અને લોકો પર બોજો વધી ગયો છે. મોંઘવારીએ માજા મૂકતા આમ આદમી માટે અત્યારે આમદની અઠ્ઠની ખર્ચા રૃપીયા જેવો ઘાટ સર્જાયો છે અને તહેવારો ઉજવવા પણ મુશકેલ બન્યા છે. લોકોની આવક કરતા ખર્ચ વધી જતા હાલ લોકોને ઘરનુ કંઈ રીતે પુરૃ કરવુ ? તેની સમસ્યા આવી પડી છે ત્યારે તહેવારની ઉજવણીની તો કયાં વાત જ કરવી તેમ લોકો ચર્ચા કરતા નજરે ચડી રહ્યા છે.

નાગરીકો અચ્છે દીનની રાહ જોઈને બેઠા હતા પરંતુ અચ્છે દીનના બદલે હાલ ખરાબ દીન જોવા મળી રહ્યા છે. મોંઘવારીના પ્રશ્ને હાલ આમ આદમી સતત ટેન્શનમાં જીવી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. લોકો મોજ શોખમાં કરકસર કરે પરંતુ ખાવા પીવામાં કંઈ રીતે કરકસર કરે તેથી ખાણી-પીણીના ભાવ કાબુમાં રાખવા જરૃરી બને છે. મોંઘવારીએ સાતમ-આઠમ બગાડી છે પરંતુ દિવાળી સુધરે તો સારૃ તેવી લોકો આશા રાખી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati