Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તરણેતરના મેળામાં પરંપરાગત રમતોની સ્પર્ધા પણ યોજાશે

તરણેતરના મેળામાં પરંપરાગત રમતોની સ્પર્ધા પણ યોજાશે
, શનિવાર, 23 ઑગસ્ટ 2014 (11:13 IST)
તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પીકસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમા પરંપરાગત રમતોની સ્પર્ધા પણ યોજાશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૧૪-૧૫માં સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં તા.૨૮-૮થી તા. ૩૦-૮ દરમિયાન અગિયારમાં ગ્રામીણ ઓલિમ્પીકસનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રામીણ ઓલિમ્પીકસમાં ભાઈઓ માટે ટુંકી દોડ, લાંબી દોડ (૪ટ૧૦૦ મી. રીલે દોડ), લાંબી દોડ ૩૦૦૦મી. દોડ, લાંબી કુદ, ગોળાફેંક, નારીયેલ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, કબડી, રસ્સાખેંચ, લાકડી ફેરવવી, સ્ટ્રોન્ગેસ્ટ મેન, ખાંડના લાડવા ખાવાની હરિફાઈ, અશ્વદોડ, બળદગડા દોડ, અશ્વ હરિફાઈ શણગાર, અશ્વ હરિફાઈ રેવાલ અને બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ (૪ટ૧૦૦ મી. રીલે દોડ), લાંબી દોડ ૩૦૦૦ મી. દોડ, લાંબી કુદ, ગોળાફેંક, વોલીબોલ, કબડી, લંગડી, માટલા દોડ, સાતોડી (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે તેમ સહાયક નિયામક, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati