Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડિસ્‍કો દાંડીયા કરો તેની ના નથી પણ કેન્‍દ્રમાં તો ભગવાન જ હોવા જોઇએઃ શ્રી રમેશભાઇ ઓઝા

ડિસ્‍કો દાંડીયા કરો તેની ના નથી પણ કેન્‍દ્રમાં તો ભગવાન જ હોવા જોઇએઃ શ્રી રમેશભાઇ ઓઝા
, મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:23 IST)
પોરબંદરમાં અનોખો ધર્મોત્‍સવ ઉજવવામાં આવનાર છે. શ્રી રમેશભાઇ ઓઝા (પૂ. ભાઇશ્રી) દર વર્ષે નવરાત્રી અનુષ્‍ઠાનના માધ્‍યમ દ્વારા પોરબંદર તથા દેશ વિદેશના ભાવિક ભકતજનોને સત્‍સંગ સાથે માનવ સેવાનો આદર્શ ચીંધી રહ્યા છે.

   શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્‍યું હતું કે ત્રિશકિતની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી  ગરબો લેવાનો ગરબા રમવાના માટીનું માટલુ એમાં કોણાશ્રી અને સાથિયાથી શણગારેલો માટીનો ગરબો બહુ પ્રતિકાત્‍મ છે. ગરબો એટલે દેહ એ માટીનો ગરબો છે. દેહમાં પાંચ છિદ્રો છે એને શણગારીએ છીએ શૃંગાર એ પણ ભકિતનો એક પ્રકાર છે.

   ગરબાને શણગારવાનો છે ગરબો પૂજાય કયારે? એમાં દિવો હોય અને ત્‍યારે ત્‍યાં સુધી પુજાય કે જયા સુધી જયોતિ પ્રકાશિત હોય તે કયા સુધી પ્રકાશે જયાં સુધી તેમાં તેલ હોય તેમ ચિન્‍મયમાં તન્‍મય થઇએ પ્રારબ્‍ધનું તેલ ખુટે એટલે દિવો બુઝાય.

   ભાઇશ્રીએ વધુમાં જણાવેલ કે જીવનના  કોડિયામાં પ્રારબ્‍ધનુ તેલ છે ત્‍યાં સુધી પ્રકાશ રહેશે આયુ પુરી થઇ પ્રારબ્‍ધના ભોગ બધા ભોગવાઇ ગયા તેલ ખુટી ગયા બુઝ ગઇ બતીયા પછી તે ગરબાનુ વિસર્જન થાય. ગરબા લેવા એટલે હુ ભગવાનને કેન્‍દ્રમાં રાખીને જીવ.

   કેન્‍દ્રમાં પ્રભુ હોય પરિધમાં આપણે હોઇએ આપણે શુ કરીએ છીએ કે કેન્‍દ્રમાં આપણો અહમ હોય છે અને આજુબાજુમાં સંસાર નિર્માણ કરીએ છીએ કેન્‍દ્રમાં ભગવાન ને રાખીને ફરે તે આજાુ બાજાુ કયાંય જાય નહીં.

   નવરાત્રી ઉત્‍સવ દ્વારા કેટલુ સરસ અધ્‍યાત્‍મ બતાવ્‍યું છે. ‘સંસારની માયામાં હુ ફસાઉ નહી એમાં આશકત ન થાઉ' ભગવાનના ચરણાવિન્‍દમાં મને અનુરાગ થાય હું ભગવાનને કેન્‍દ્રમાં રાખીને ચક્કર ફરુ છું હું પરિધી બનુ મારા અહમને કેન્‍દ્રમાં ન રાખું.

   ભાઇએ અંતમાં જણાવ્‍યું હતું કે, હવે અધ્‍યાત્‍મ ગયુ અને ખોખલા ડિસ્‍કો દાંડીયા રહી ગયા આનાંદ કરો તેની ના નથી પણ  કેન્‍દ્રમાં તો ભગવાન હોવા જોઇએ કૃષ્‍ણ કેન્‍દ્રમાં હોય તો જ જીવનમાં આનંદ હોય.

Share this Story:

Follow Webdunia gujarati