Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઠંડા પવનો સાથે તાપમાનનો પારો નીચે ઉતર્યો, નલિયામાં 10 ડિગ્રી

ઠંડા પવનો સાથે તાપમાનનો પારો નીચે ઉતર્યો, નલિયામાં 10 ડિગ્રી
અમદાવાદ , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (17:00 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમના કારણે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં માવઠું થયા બાદ ગઈકાલ સાંજથી વાતાવરણ સ્વચ્છ થયું છે અને આકાશમાંથી વાદળો ગાયબ થતાની સાથે જ ઠંડીનું જોર વધ્યું છે. ઠંડા પવનો સાથે તાપમાનનો પારો નીચે ઉતર્યો છે અને અપવાદપ શહેરોને બાદ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે આવી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 10 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર નાખીએ તો રાજકોટમાં 17.1, ભાવનગરમાં 18.7, પોરબંદરમાં 20.3, વેરાવળમાં 20.4, દ્વારકામાં 19.6, ભૂજમાં 14.9, સુરેન્દ્રનગરમાં 16.8, કંડલામાં 14.2, અમરેલીમાં 17.6, મહવામાં 16.3 અને માંડવી (કચ્છ)માં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ ઉત્તર પાકિસ્તાનને લાગુ જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને તેની અસરના ભાગપે આગામી તા.2 ડિસેમ્બર સુધી તાપમાનનો પારો સતત નીચે ઉતરતો રહેશે અને ઠંડીનું જોર વધશે તેમ જણાઈ રહ્યું છે.

પવનની દિશા ગઈકાલ સાંજથી બદલાઈ ગઈ છે. ઉત્તર-પૂર્વ દિશા તરફથી ફૂંકાતા પવનના કારણે મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો છે. રાજકોટમાં 34.2, અમરેલીમાં 34.7, ભૂજમાં 30.5, નલિયામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati