Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો મોદી યુપીથી ચૂંટણી લડે તો પક્ષને ૧ ડઝન બેઠકોના ફાયદો થાય

જો મોદી યુપીથી ચૂંટણી લડે તો પક્ષને ૧ ડઝન બેઠકોના ફાયદો થાય
, શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (15:02 IST)
P.R
નરેન્‍દ્ર મોદીને પોતાને ત્‍યાંથી ચૂંટણી લડાવવા માટેની માંગ અનેક રાજયોમાંથી થઇ રહી છે. ભાજપના અનેક પ્રાદેશિક એકમોમાં એ વાત ની હોડ લાગી છે અને યુપી તથા બિહાર તેમાં સૌથી આગળ છે. પક્ષે પોતાના કાર્યકરો-થકી જે ફીડબેક લીધો છે તેમાં પણ સ્‍પષ્‍ટ થયું છે કે જો મોદી યુપીથી ચૂંટણી લડે તો પક્ષને ૧ ડઝન બેઠકોના ફાયદા સાથે પ૦ થી પપ બેઠકો મેળવી શકે છે.

ભાજપના સુત્રોના કહેવા મુજબ યુપીનું ભાજપ એકમ સતત માંગ કરે છે કે મોદીને લખનૌથી મેદાનમાં ઉતારવામાં આવે તો તેનો ફાયદો સમગ્ર પ્રદેશમાં મળશે. પક્ષ માને છે કે જો મોદી યુપીથી ચૂંટણી લડશે તો પક્ષમાં ધ્રુવીકરણ થઇ શકે છે. જો મોદી યુપીથી ચૂંટણી ન લડે તો ભાજપને ૩પ થી ૪૦ બેઠકો જ મળશે.

યુપી ઉપરાંત અનેક રાજયો છે જે મોદીની માંગ કરી રહ્યા છે જેમાં બિહાર મુખ્‍ય છે. જો મોદી બિહારથી ચૂંટણી લડે તો ઓબીસી કાર્ડ ખુબ ચાલશે. મોદી ઓબીસી છે. ભાજપ બિહારમાંથી જ એકલા હાથે ૧પ થી રપ બેઠકો જીતી શકે છે કર્ણાટક અને રાજસ્‍થાનથી પણ મોદીની માંગ થઇ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati