Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાર ચોપડી ભણેલા ખેડૂતે માત્ર ૫૦ હજારના ખર્ચમાં ટ્રેકટર જેવું યંત્ર બનાવ્યું

ચાર ચોપડી ભણેલા ખેડૂતે માત્ર ૫૦ હજારના ખર્ચમાં ટ્રેકટર જેવું યંત્ર બનાવ્યું
, શનિવાર, 5 ઑક્ટોબર 2013 (14:47 IST)
‘ભણ્યા કરતા ગણ્યા' વધુ સારાની કહેવતને સાર્થક કરી હોય તેમ ગોંડલ પંથકના વેકરી ગામના ચાર ચોપડી ભણેલા એક ખેડૂએ પોતાની ખેતર-વાડી માટે પોતાની બુધ્ધિતથી એક સુંદર ટ્રેકટર જેવું યંત્ર બનાવી પોતાની કુશળતા પુરવાર કરી છે.

ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા અને તે જ ગામની સીમમાં ખેતર-વાડી ધરાવતા રતીભાઇ ગંદાસભાઇ સોજીત્રા (પટેલ) ઉ.વ. ૫૮એ પોતાની આવડતથી એકલ હાથે મોંઘાદાટ ટ્રેકટર લેવાને બદલે એક ટ્રેકટર જેવું જ વજનમાં અંદાજીત ૨૦ મણ જેટલું ડિઝલથી ચાલે તેવું યંત્ર બનાવી ભણેલાઓને અચંબામાં મુકી દીધા છે. આ મામલે રતીભાઇ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, મારા ખેતરમાં ખેતીના પાકનો મોટો મોલ થાય છે અને જે ટ્રેકટર રનીંગ આવે છે તે ચલાવવાથી આ પાકના મોલને નુકસાન થતું હતું.

જેથી એક દિવસ રાત્રે સુતી વખતે મને વિચાર આવ્યો કે, ખેતીના પાકના મોટા મોલને નુકસાન ન જાય તેવું એક ટ્રેકટર જેવું યંત્ર બનાવું તો !! અને કોઇ વિદ્વાને બહુ સરસ કહ્યું હતું ને કે, રાત્રે જોયેલા સપનાને સવારે ઉઠીને સાર્થક કરવામાં લાગી પડવું જોઇએ અને ૫૮ વર્ષીય ચાર ચોપડી ભણેલા રતીભાઇએ આવું જ કર્યું. આજથી દોઢેક વર્ષ પહેલા રાત્રીના જોયેલા સપના સાર્થક કરવા પુરા ખંતથી લાગી ગયા અને ત્રણ વર્ષની જાત મહેનત બાદ માત્ર રૂ. ૫૦ હજારના ખર્ચમાં ટ્રેકટર જેવું ડિઝલથી ચાલતું યંત્ર બનાવ્યું હતું.

જેમાં આગળના વ્હીલની પહોળાઇ ચાર ઇંચ અને પાછળના વ્હીલની પહોળાઇ પાંચ ઇંચ રાખી કારણ ખેતરમાં જે પાક બીછાવ્યોત હોય તેના પાટલુંમાની જગ્યાળમાં વ્યીવસ્થિાત ચાલી શકે અને નાનામાં નાના પાકનું વાવેતર અને જાળવણી થાય. જો કે મોટા તૈયાર ટ્રેકટરના વ્હીહલની પહોળાઇ વધારે હોવાથી પાક ઉપર વ્હીરલ ફરવાથી પાક તુટી અને ભાંગી જાય છે. જેથી તૈયાર પાક ઘણો નિષ્ફ ળ જતો હોય છે.

જેથી આ ટ્રેકટર જેવું યંત્ર કયારેય ઉંધુ પડવાની બીક ના લાગે. રતીભાઇએ આ ટ્રેકટર બનાવવામાં એટલી બુધ્ધીર વાપરી કે, તેની એવરેઝ પણ કાબીલે તારીફ રહી છે. અડધા લીટર ડિઝલમાં એક કલાક ચાલે છે. ગોંડલ તાલુકામાં દેશી વૈદ્ય તરીકે પ્રખ્યાલત રતીભાઇ સોજીત્રા આ ટ્રેકટર બનાવામાં પોતાના મોટાપુત્ર કેતનભાઇ કે જે તેને ખેતીકામમાં મદદ કરે છે અને નાનાપુત્ર સંકેતભાઇ કે જે ગોંડલની આઇટીઆઇ કોલેજમાં ડિઝલ મીકેનીકલનો અભ્યાદસ કરે છે તેઓએ પણ ખુબ જ મદદ કરી હોવાનું જણાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati