Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સ્થાપના દિવસ : આવો જાણો ગુજરાતનો ઈતિહાસ

ગુજરાત સ્થાપના દિવસ : આવો જાણો ગુજરાતનો ઈતિહાસ
, સોમવાર, 30 એપ્રિલ 2012 (18:42 IST)
ગુજરાત રાજ્યનુ વિભાજન ઈસ 1960 1લી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ. આ રાજ્યનુ વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી બોલતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનુ અસ્તિત્વ ઉભુ કરવામાં આવ્યુ. પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ રોમાંચક છે.

P.R


કહેવાય છે કે પ્રાચીન ગ્રથોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકાને વસાવી હતી. આ મૂળ નગરી જે કૃષ્ણએ વસાવી હતી તે તો કહેવાય છે કે સમુદ્રમાં ગરક થઈ ગઈ જેના પુરાવા જામનગર જિલ્લામાં સમયાંતરે મળતા રહે છે.

ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. ત્યારપછી થોડો ઘણો ઈતિહાસ મોર્યવંશમાં મળી આવ્યો. મોર્ય પછી ગુજરાત પર કેથેલિસ્ટ અને મોર્ય વંશે શાસન કર્યુ. ત્યારબદ મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ ક્ષેત્ર ગુર્જરદેશ તરીકે ઓળખાતુ હતુ. આ સમય ગુજરાતનો સોનેરીકાળ હતો એવી પ્રાચીન માન્યતા છે.

ગુજરાતના છેલ્લા શાસક કરણદેવ વાધેલા ઈ.સ 1297માં દિલ્હીના અલ્લાઉદ્દીન બિલ્જી સામે પરાજય પામતા ગુજરાતના શાસનનો અંત આવ્યો


આજે ગુજરાત ક્યા છગુજરાતની સ્થાપના 1950માં થઈ તેને મુંબઈથી અલગ કરવામાં આવ્યુ હતુ. જેની રાજધાની ગાંધીનગર છે. ગુજરાતના 25 જિલ્લા 226 તાલુકા ને 18,618 ગામ અને 242 જેટલા શહેર છે.

ગુજરાતી જોક્સ રાજ્યનો સમગ્ર વિસ્તાર ભારતના વિસ્તારના 6.19% જેટલો મતલબ 1.96 લાખ ચોરસ મીટર છે.

- ગુજરાતની વસ્તી લગભગ પોણા છ કરોડ છે.
- ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો છે.
- ગુજરાત વેપાર અર્થે વિશ્વભરમાં જાણીતુ છે
- ગુજરાતનો વિકાસ દર પાંચ વર્ષમાં 12થી 18% ટકા છે જે દેશના વિકાસથી 9% ટકા વધુ છે.
- ગુજરાતમાં સૌથી વધુ 11 એરપોર્ટ છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.
- ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્ર, અને વિદેશમા અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, અને આફ્રિકા સહિત લગભગ પચાસ લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati