Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકાર સાથે ફોર્ડ કંપનીનો કરાર

ગુજરાત સરકાર સાથે ફોર્ડ કંપનીનો કરાર
અમદાવાદ. , શુક્રવાર, 29 જુલાઈ 2011 (12:46 IST)
P.R

જાણીતી મોટરકાર ઉત્પાદક કંપની ફોર્ડ મોટર કંપની દ્વારા ભારતમાં વિસ્તરણના ભાગરૂપે તેના મેન્યુફેક્ચરિંગ અને એંજીન પ્લાંટની સ્થાપના માટે ગુજરાતની પસંદતી કરતા ગુજરાત રાજ્ય સમગ્ર દેશનું જ નહી વિશ્વનુ ઓટો હબ બનવા સજ્જ થઈ રહ્યુ છે. તેનુ એક વધુ પ્રમાણ મળ્યુ છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં ઝડપથી વધી રહેલ બજાર માંગને પહોચી વળવા ભારતમાં જ પોતાના ઔધોગિક એકમની સ્થાપના માટે ગુજરાત રાજ્ય ઉપર પસંદગી ઉતારી છે. જેના ભાગરૂપે ગુજરાતના સાણંદ નજીક શ્રેષ્ઠ કક્ષાના વૈહિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાંટ અને એંજીનિયરગ પ્લાંટ એમ બે ઔધોગિક એકમોની સ્થાપના માટેના સમજૂતી કરારો પર આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય અને ફોર્ડ મોટર કંપનીના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ બંને ઔધોગિક એકમો માટે ફોર્ડ કંપને રૂ 4000 કરોડનુ એટલે કે 1.1 બિલિયન અમેરિકી ડોલરનુ ગુજરાતમાં રોકાણ કરશે. જેનાથી ગુજરાતમાં 5000 પ્રત્યક્ષ નવી રોજગારીની તકો અને 25000 પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. ફોર્ડ કંપની ગુજરાત સરકાર સાથે વૈશ્વિક કક્ષાના કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરીને કૌશલ્યવાન માનવબળ ઉભુ કરવામાં પણ પૂરતો સહયોગ આપશે. ફોર્ડ કંપનીના આ મોટામાં મોટા એકમો હશે. આ મેન્યુફેક્ચરિંગ એકમો સાણંદમાં 460 એકર જમીનમાં સ્થાપવામાં આવશે.

આ ઔધોગિક એકમો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો પૈકી અંદાજીત 25 ટકા ઉત્પાદનોની નિકાસ કરવાનો કંપનીનો લક્ષ્યાંક છે. જેના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત એક્સપોર્ટ હબ પણ બનશે.

સાણંદ નજીક સ્થાપનારા આ બંને ઔધોગિક એકમોનું બાંધકામ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. એટલુ જ નહી વર્ષ 2014માં આ એકમો દ્વારા મોટરકાર અને એંજીનનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati