Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિસે રાષ્ટ્રપતિનું સૂચન ફગાવ્યું

ગુજરાત વિસે રાષ્ટ્રપતિનું સૂચન ફગાવ્યું

ભાષા

અમદાવાદ , બુધવાર, 29 જુલાઈ 2009 (08:52 IST)
ગુજરાત વિધાનસભાએ ગુજરાત સંગઠિત અપરાધ નિયંત્રણ (ગુજકોક) ખરડામાં સંશોધન કરવાના રાષ્ટ્ર્પતિના સૂચનને ફગાવી દીધું છે.

મંગળવારે આ ખરડો મોદી સરકારે પુન: રજૂ કર્યો જેને વિધાનસભાએ મંજૂર કરી દીધો. ખરડાને સત્તારૂઢ સભ્યોએ સર્વસમ્મતિથી મંજૂર કર્યો. વિપક્ષે સદનનું બહિર્ગમન કર્યું કારણે સ્પીકર અશોક ભટ્ટે ઝેરી દારૂ કાંડ પર ચર્ચા કરવાની તેઓની માગણીને ન માની.

રાજ્યના ગૃહમંત્રી અમિત શાહે ખરડાને પુન: રજૂ કરતાં કહ્યું કે, ''રાષ્ટ્રપતિના સૂચનને વિધાનસભાએ માન્ય રાખવા જોઈએ નહીં. જો રાષ્ટ્રપતિનું સૂચન શામેલ કરવામાં આવશે તો ગુજકોક ખરડો માત્ર ભારતીય દંડ સહિતા બનીને રહી જશે, જે ગુજરાત માટે સારી વાત નથી.''

શાહે કહ્યું કે, ''અમારા બંધારણના નિર્માતાઓએ દેશમાં સંઘીય માળખાની વાત કહી છે જેમાં તમામ રાજ્યોને બરાબરનો હક છે. દેશના કેટલાયે અન્ય રાજ્યોમાં આ પ્રકારના કાયદો છે.''

રાષ્ટ્રપતિએ જૂનમાં રાજ્ય વિધાનસભા દ્વારા વર્ષ 2004 માં ગુજકોક ખરડો કેન્દ્રિય મંત્રીમંડળની સલાહ બાદ પરત ફર્યાં હતાં. ખરડો લોટાતે સમય રાષ્ટ્રપતિએ તેમાં ત્રણ પરિવર્તનનું સૂચન કર્યું હતું પરંતુ રાજ્ય સરકારે તેને નામંજૂર કરી દીધો.

Share this Story:

Follow Webdunia gujarati