Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત પર્યટનને વિશ્વ સમક્ષ મુકવામાં અમિતાભનું યોગદાન - મોદી

ગુજરાત પર્યટનને વિશ્વ સમક્ષ મુકવામાં અમિતાભનું યોગદાન - મોદી
P.R
મુખ્યીમંત્રી નરેન્દ્ર મોદી અને બીગ-બી અમિતાભ બચ્ચન વચ્ચે રવિવારે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. ખાડિયામાં પતંગ ચગાવ્યા બાદ બચ્ચન મોદીને મળ્યા હતા. ગુજરાતને વિશ્વ પ્રવાસન નકશામાં ગૌરવવંતુ સ્થાચન અપાવવા માટે મોદીએ બચ્ચનનો આભાર માન્યો હતો.

ખુશ્બુ ગુજરાત કી અંતર્ગત ગુજરાત પ્રવાસનના બ્રાન્ડન એમ્બેસેડર બચ્ચન નિઃસ્વા ર્થ અને નિજાનંદ સાથે ગુજરાતના પ્રવાસન વિરાસતને વિશ્વ સમક્ષ મુકવામાં જે યોગદાન આપી રહ્યા છે તેની અંતઃકરણથી આભારની લાગણી વ્યકત કરતાં મુખ્યનમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં ગૌરવપૂર્ણ સ્થાચન અપાવવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે અને તેના કારણે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે.

ગુજરાતના પ્રવાસન વિરાસતની વિવિધતાથી પ્રભાવિત થયેલા બચ્ચેને મોદી પાસેથી કચ્છની જીવનશૈલીની વિશેષતાઓ, સફેદ રણની આધ્યાત્મિદક અનુભૂતિ, બન્ને પ્રદેશમાં ઉત્તમ ઓલાદની ભેંસોનું પશુપાલન, પાટણની રાણકી વાવ અને મોઢેરાનું સૂર્યમંદિર, ગુજરાતની અદભૂત જળવ્યવસ્થા વગેરેની રૂપરેખા જાણવામાં ખુબ જ રસ દાખવ્યો હતો.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરના અનોખા ગાંધી સ્માણરક તથા 365 દિવસની ગાંધી જીવનદર્શનની પ્રદર્શની, પંચામૃત ભવનનું સાબરમતી તટે નિર્માણ કરવાની વિરાસતની ભૂમિકાથી પણ બચ્ચનન પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રવાસન નિગમના અધ્ય‍ક્ષ કમલેશ પટેલ અને પ્રવાસન અગ્રસચિવ વિપુલ મિત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.




સૌજન્ય - જીએનએસ

Share this Story:

Follow Webdunia gujarati