Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો સપાટો, કોંગ્રેસનો સફાયો

ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો સપાટો, કોંગ્રેસનો સફાયો
, બુધવાર, 13 ફેબ્રુઆરી 2013 (12:08 IST)
P.R
.

ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે આજે જોરદાર સપાટો બોલાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીની જેમ જ કોંગ્રેસનો નગરપાલિકાની ચૂંટણીમાં પણ સફાયો થયો હતો. કુલ 76 નગરપાલિકાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જે પૈકી હળવદમાં બિનહરિફ ચૂંટણી થઈ હતી. જ્યારે ભચાઉ નગરપાલિકાનું પરિણામ અટકાવી દેવામાં આવ્યુ અહ્તુ. આજે સવારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાયા બાદ 47 નગરપાલિકઓમાં ભાજપે સપાટો બોલાવીને શાસન મેળવી લીધુ હતુ.. જ્યારે નવ નગરપાલિકાઓમાં કોંગ્રેસનુ શાસન આવ્યુ છે. 19 નગરપાલિકામા કોઈને પણ બહુમતિ મળી ન મળતા ચિત્ર અસ્પષ્ટ રહ્યા છે.

નરેન્દ્દ્ર મોદીના નેતૃત્વમાં વિધાનસ્ભાની ચૂંટણીમાં શાનદાર જીત રહ્યા બાદ નગરપાલિકાની ચૂંટણીમં પણ ભાજપે જીત મેળવી છે. સત્તાવાર આંકડાઓ મુજબ ભાજપને 1144 અને કોંગ્રેસને 449 બેઠકો મળી છે. અપક્ષોને 272 બેઠકો મળી છે. એનસીપીને 16, સપાને 2 બસપને 13 અને અન્યોને 66 બેઠકો મળી છે. સૌરાષ્ટ્રમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 33 નગર અપાલિકાઓ પૈકી ભાજપને 26 નગરપાલિકાઓમા જીત મળી છે. કોંગ્રેસને પ્રમાણમાં ખુબ ઓછી જગ્યાએ શાસન મળ્યુ છે.

ગુજરાતના 20 જિલ્લાઓનો 74 નગર પાલિકાઓ માટે રવિવારે મતદાન યોજાયા બાદ આજે સવારે પરિણામ આવવાનો સિલસિલો શરૂ થયો હતો. મતગણતરી શરૂ થયા બાદ જ પરિણામ મળતા ભાજપની છાવણીમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતુ. મોટાભાગના વિસ્તારોમાં નગર પાલિકાઓમા ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. શહેરી ક્ષેત્રોમાં ભાજપે શાનદાર સફળતા મેળવી હતી. ચાણસ્મામાં તમામ 15 બેઠકો ભાજપે જીતી હતી. જાફરાબાદ, રાજુલા, સુરેન્દ્રનગર, જસદણ, ધોરાજી, ભાણવડ, બાટવામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. રવિવારના દિવએ નગરપાલિકાઓની ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયુ હતુ. સૌરાષ્ટ સહિત ગુજરાતભરમાં નગરપાલિકાઓમાં ભાજપે શાનદાર આગેકૂચ કરી હતી વિધાનસભાની ચૂંટણીવેળા જે વાતાવરણ હતુ એ વાતાવરણ નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ જોવા મળ્યુ.

નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. જેમા ભાજપે જોરદાર સપાટો બોલાવીને શાનદાર જીત મેળવી હતી. નગરપાલિકાઓનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ બેઠક 1905

ભાજપને મળેલ બેઠકો 1144

કોંગ્રેસને મળેલ બેઠકો 449

અપક્ષોને મળેલ બેઠકો 272

એનસીપીને મળેલ બેઠકો 16

સપાને મળેલ બેઠક 2

બસપાને મળેલ બેઠક 13

અન્યોને મળેલ બેઠક 9

Share this Story:

Follow Webdunia gujarati