Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો

ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો
, ગુરુવાર, 29 નવેમ્બર 2012 (14:57 IST)
P.R

ગુજરાતમાં ચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે. બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ જીત માટે પોતપોતાના દાવ અજમાવી રહ્યા છે. રોજ કોઈને કોઈ પોલિટિકલ સ્ટાર કે બોલીવુડ સ્ટાર અને ક્રિકેટ સ્ટારની ગુજરાતમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પણ ચૂંટણીમાં પોતાનુ જોર અજમાવવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યુ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સ્ટારપ્રચારકોની યાદી રજૂ કરવામાં આવી છે. જેના મુજબ તેઓ આવનારા દિવસોમાં ગુજરાતમાં પ્રચાર કરશે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ સ્ટારપ્રચારકો

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી
વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ
રાહુલ ગાંધી
અહેમદ પટેલ
ગુલામ નબી આઝાદ
દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિત
મનીષ તિવારી, રાજ બબ્બર
સંજય દત્ત

આ ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ જેવા બોલીવુડ સ્ટારના નામ પણ સાંભળવા મળ્યા છે પરંતુ હજુ સુધી સત્તાવાર આ અંગે કોઈ જાહેરાત થઈ નથી.

નોંધનીય છે કે દિવાળી પૂર્વે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં સભાઓ યોજવામાં આવી છે, ત્યારે બીજા તબક્કાની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર કરશે

Share this Story:

Follow Webdunia gujarati