Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં  24 કલાકમાં ભારે વરસાદની આગાહી
, સોમવાર, 25 જુલાઈ 2016 (09:30 IST)
સોમવાર સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છે. ત્યારે રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

:ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જારી થતાં તંત્ર પણ સાબદુ થઇ ગયું છે. પશ્ચિમી મધ્‍યપ્રદેશ ઉપર સર્જાયેલા અપર એર સાયક્‍લોનિક સરક્‍યુલેશનની સ્‍થિતિના પરિણામ સ્‍વરુપે ભારે વરસાદ થઇ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઇ શકે છે. અમદાવાદ શહેરમાં ઓછા વરસાદી ઝાપટા હજુ સુધી નોંધાયા છે. છેલ્લા ધણા દિવસથી વરસાદમાં વિરામની સ્‍થિતિને લઇને ફરી એકવાર ચિંતાનું મોજુ ફરી વળ્‍યું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી અને લધુત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે સૌરાષ્‍ટ્રના જુદા જુદા ભાગોમાં પણ તાપમાનમાં ફેરફારની સ્‍થિતિ જોવા મળી હતી. અમદાવાદના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind. vs WI - ભારતે વેસ્ટઈન્ડિઝને પહેલા ટેસ્ટ મેચમાં 92 રનથી હરાવ્યું