Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ૩૪૭૪ ગામોના સરપંચોને નીલગાય-રોઝને ઠાર મારવાની સત્તા અપાઇ

ગુજરાતમાં ૩૪૭૪ ગામોના સરપંચોને નીલગાય-રોઝને ઠાર મારવાની સત્તા અપાઇ
, બુધવાર, 12 નવેમ્બર 2014 (14:56 IST)
રાજ્યમાં ખેતીવાડીના ઊભા પાકોને નુકસાન કરતા નીલગાય-રોઝને ઠાર મારવાની સત્તા ૩૪૭૪ ગામોના સરપંચોને આપવામાં આવી છે. ઉપરાંત ખેતરની ફરતે કાંટાળી વાડ તૈયાર કરવા ખેડૂતોને ૫૦ ટકા સહાયપેટે ચૂકવવામાં આવે છે, તેમ વનરાજ્ય પ્રધાન ગોવિંદભાઈ પટેલે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું.ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લામાં નીલગાય અને ભૂંડ ખેતીવાડીના ઊભા પાકને નુકસાન કરી રહ્યા છે, સરકાર પગલાં લેતી નથી એવો પ્રશ્ર્ન ઉઠાવતા જ અધ્યક્ષે સભ્યને ટપારીને ટૂંકો અને મુદ્દાસર પ્રશ્ર્ન પૂછવાનું કહેતા
ધાનાણીએ ફરીવાર પ્રશ્ર્ન પૂછવાને બદલે ભાષણ શરૂ કરી દેતા અધ્યક્ષે તેમને કડક ભાષામાં ટપાર્યા હતા. દરમિયાન ગ્ાૃહમાં પ્રવેશ કરી રહેલા કોંગ્રેસના સભ્ય શક્તિસિંહ ગોહિલે કંઈક કોમેન્ટ કરતાં જ અધ્યક્ષે તેમને પણ ટપારીને "તમે સિનિયર સભ્ય છો, આ ચલાવી ન લેવાય તેમ કહ્યું હતું. આ સમયે ટ્રેઝરી બેન્ચના તમામ સભ્યો ઊભા થઈ ગયા હતા. આમ ગ્ાૃહમાં ગરમાગરમી સર્જાતા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ દરમિયાનગીરી કરતાં મામલો શાંત પડ્યો હતો. ત્યારબાદ વનરાજ્ય પ્રધાને પ્રશ્ર્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ખેતીવાડીના ઊભા પાકોને નુકસાન કરતા નીલગાય અને ભૂંડના ત્રાસથી રક્ષણ મેળવવા માટે ખેડૂતના ખેતર ફરતે કાંટાળા તારની વાડ કરવાની યોજના અમલમાં છે. અમરેલી જિલ્લામાં આ માટે રૂ. ૬૩.૪૦ લાખની જોગવાઈ કરી છે રાજ્યમાં કુલ ૩૪૭૪ સરપંચોને હોદ્દાની રૂએ માનદ્ વન્યપ્રાણી સંરક્ષણ તરીકે નિયુક્ત કરીને ખેડૂતોના પાકને નુકસાન કરતી નીલગાયને ઠાર મારવાની સત્તા આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati