Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વરસાદથી ‘ખોબો' ભરીને નુકશાન પણ ‘દરિયા'ભરનો ફાયદો

ગુજરાતમાં વરસાદથી ‘ખોબો' ભરીને નુકશાન પણ ‘દરિયા'ભરનો ફાયદો
, શનિવાર, 28 સપ્ટેમ્બર 2013 (12:39 IST)
P.R


ગુજરાતમાં ભાદરવામા ભાગ્યે જ પડતા વરસાદે આ વખતે એકથી વધુ પ્રકારના વિક્રમ નોંધાવ્યા છે. છેલ્લા ૪ દિવસના વરસાદે ખેતીનું ચિત્ર તો ધરખમ બદલી નાખ્યુ છે પરંતુ તેની સાથે સમગ્ર બજારની રોનક બદલાય તેવા શુભ સંકેત મળે છે. મેઘરાજાએ અણધારી મહેરબાની કરી ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ના લોકોની દિવાળી સુધારી દીધાનું ચિત્ર ઉપસે છે. ઉત્સરવ પ્રિય પ્રજાને વરસાદથી અર્થતંત્રનું ચિત્ર ઉજ્જવળ દેખાતા તેની સીધી અસર આગામી ઉત્સસવો, પ્રસંગોની ઉજવણી અને બજાર પર જોવા મળશે. જમીન-મકાનના ધંધા સહિતના રોજગારી ક્ષેત્રે નવી આશાનું નિર્માણ થયુ છે.

સામાન્યથ રીતે વરસાદથી ફાયદો અને નુકશાન બન્ને થતા હોય છે. ભાદરવાના વરસાદથી મગફળી અને કપાસને થોડુક નુકશાન થયુ છે. કેટલાક સ્થનળોએ પાણી ભરાય જવાથી માલ-સામાનને નુકશાન થયુ છે. અમુક રસ્તા ઓની પથારી ફરી ગઈ છે. ગણતરી માંડવામાં આવે તો વરસાદથી નુકશાન ‘ખોબો' ભરીને અને ફાયદો ‘દરિયો' ભરીને થયો છે. વરસાદના દિવસોની મુશ્કેલીને બાદ કરતા પીવાના પાણી અને શિયાળુ પાકની સ્થિતિ સંતોષકારક થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રદનું અર્થતંત્ર મહદ્‌અંશે ખેતી પર આધારીત છે. અત્યારે વરસાદ થવાથી જમીનમા પાણી સાથે કસ વધ્યો છે. તેની અસર આગામી એક-દોઢ વર્ષ સુધી રહેશે. ઘઉં, ચણા, જીરૂ, લસણ, ડુંગળી, મરચા જેવો શિયાળુ પાક મબલખ પ્રમાણમાં થશે. દિવાળી પછી બજારોમાં રૂપિયો વધુ પ્રમાણમા ફરવા લાગે તેવા એંધાણ છે.

ગયા માઠા વર્ષ પછી આ વખતનું વર્ષ સારૂ થવાના સંજોગો સર્જાતા નવેમ્બયરથી શરૂ થઈ રહેલ લગ્નોત્સ વની મોસમ પર તેની સારી અસર જોવા મળશે. પૈસો હાથમાં આવવાથી કે આવવાની નિヘતિતાને કારણે લોકોની ખર્ચ કરવાની શક્તિ વધશે. બજારોમાં ખરીદી વધતા રોજગારી વધે તે સ્વભાવિક છે.

માંડવી અને કપાસ જેવો પાક ટૂંક સમયમાં બજારમાં આવશે. શિયાળુ પાક ઉનાળાના પ્રારંભે બજારમાં આવશે. વરસાદથી પાણીનું સુખ થઈ જતા બકાલાનું વાવેતર ઘણુ વધશે. પશુઓ માટે ઘાસચારાની ચિંતા લગભગ મટી ગઈ છે. ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહેલ બજારમાં આ વખતની મેઘરાજાની મહેરબાનીથી જીવનજરૂરી ઘણી વસ્તુમઓના ભાવ દબાશે. સામાન્યટ જનને તેનો મોટો ફાયદો થશે. ભાદરવાનો વરસાદ બજારમાં નવી ચમક લાવનારો બની રહે તેવી આશા દ્રઢ બની છે.

Share this Story:

Follow Webdunia gujarati