Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં રોડ સેફ્ટિ પોલિસી માટેનો એકશન પ્લાન તૈયાર

ગુજરાતમાં રોડ સેફ્ટિ પોલિસી માટેનો એકશન પ્લાન તૈયાર
, શનિવાર, 3 ઑક્ટોબર 2015 (12:42 IST)
ગુજરાતમાં રોડ સેફ્ટિ પોલિસી માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે આ પોલિસી બનાવવામાં આવી છે. 

વાહન વ્યવહાર મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા પોલિસીનો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે જેને ટૂંક સમયમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાનો રહે છે તેવું મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે.

નાણા વિભાગ, ઉદ્યોગ વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ-મકાન વિભાગ તેમજ વાહન વ્યવહાર વિભાગ સહિતના વિભાગોના પરામર્શમાં રહીને રોડ સેફ્ટિ પોલિસી બનાવવામાં આવશે.

રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં ઇમરજન્સી સારવાર હેતુસર સરકારે હેલીપેડ બનાવવાની સૂચના આપી છે. આ હેલીપેડ ઉપર એર એમ્બ્યુલન્સ ઉતારવાનું આયોજન છે. ઘણીવાર પેશન્ટને સ્પિટલમાં લાવવા માટે ટ્રાફિકનો સામનો કરવો પડે છે ત્યારે એર એમ્બ્યુલન્સની મદદથી જે તે પેશન્ટની સમયસર સારવાર થઇ શકે.

રોડ સેફિટ પોલીસમાં માર્ગ-મકાનને લગતી બાબતો હોવાથી તેને સામેલ કરવામાં આવ્યો છે. લોકો ટ્રાફિકનું પાલન કરે અને ભંગ બદલ સજાની જોગવાઇમાં સુધારો કરવા સુધીના સૂચનો તેમાં આવરી લેવામાં આવશે. જરૂર પડે તો પ્રાઇવેટ પાર્ટીઓની મદદથી ટ્રાફિક નિયમન તેમજ રોડ સેફ્ટિના કામો કરવામાં આવનાર છે.

Share this Story:

Follow Webdunia gujarati