Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં રેકોર્ડબ્રેક સરેરાશ 62.4 ટકા મતદાન

ગુજરાતમાં રેકોર્ડબ્રેક સરેરાશ 62.4 ટકા મતદાન
અમદાવાદ : , ગુરુવાર, 1 મે 2014 (11:04 IST)
દેશમાં 16મી લોકસભાની રચના માટે આજે ગુજરાતની 26  સહિત દેશની 89 બેઠકો  માટે સાતમા તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સવારના પહોરમાં રાજ્યના ઘણા મતદાન મથકો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.વડોદરામાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો.
 
ભાજપ તરફથી નરેન્‍દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હોવાથી સમગ્ર દેશનું ધ્‍યાન ગુજરાત તરફ ખેંચાયુ છે. ગુજરાતમાં ભાજપ 26 અને કોંગ્રેસ 25 બેઠકો પર લડે છે. પોરબંદરની એક બેઠકમાં એનસીપી અને ભાજપ વચ્‍ચે જંગ છે. કેટલીક જગ્‍યાએ આમ આદમી પાર્ટીએ મજબૂત ઉમેદવારો ઉભા રાખ્‍યા છે. રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયુ.
 
ગુજરાતમાં લોકસભા સામાન્‍ય ચૂંટણી 2014મા 26 બેઠકો માટે 413 ઉમેદવારો અને સાત વિધાનસભાના મતદાન વિભાગની પેટા ચૂંટણીમાં 104 ઉમેદવારો મેદાનમાં છે. જેમના ભાવી આજે ઇવીએમમાં સીલ થયા છે.
 
અમરેલીમાં 49, કચ્છમાં 59.68, ભરૂચમાં 66, પોરબંદર 43.63, ગાંધીનગર દીવ-દમણ 77 ટકા, સુરેન્દ્ર નગરમાં 54, ભાવનગર 59, સાબરકાંઠા 61, બનાસકાંઠા 53, રાજકોટ 60, સુરત 58.84, બારડોલી 67.61, વડોદરા 72, છોટાઉદેપુર 64, પાટણ 51.87, વલસાડ 66 ટકા, દાહોદ 65 ટકા, પંચમહાલ 60, આણંદ 65, જામનગર 57.42, દાદરા અને નગરહવેલીમાં 85 ટકા મતદાન નોંધાયુ છે.
 
છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42-43 ડિગ્રી સુધી પહોંચ્યો હતા. અને આજ રોજ ગરમી વધીને 44 ડિગ્રી સુધી પહોંચી હતી. જો કે બપોરે મતદારો ઓછા હતા, પણ સાંજ પડતા જ મતદાન મથકે મતદારોની કતાર જોવા મળી હતી

Share this Story:

Follow Webdunia gujarati