Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન

કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ ભર્યો

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન

ભાષા

રાજકોટ , શુક્રવાર, 19 જૂન 2009 (18:27 IST)
અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા પંચમહાલ જિલ્લાનાં અનેક તાલુકાઓમાં ગુરુવારે સાંજે મેઘરાજાએ પોતાની અમીદૃષ્ટિ વરસાવી હતી અને છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવી રહેલી અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલી ગુજરાતની પ્રજાને રાહતનો શ્વાસ લેવડાવ્યો હતો. અનેક જિલ્લાઓમાં સવારથી જ વાતાવરણમાં પલટા બાદ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના વાંકાનેર, લીંબડી, સુરેન્દ્રનગર, કાલાવડ, બોટાદ તથા અમરેલી પંથકના હતા. જયારે મોડી સાંજે ગઢડા અને વલ્લભીપુરમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયાં હતાં. જયારે કડાણા તાલુકામાં તેજગતિએ ફૂંકાયેલા પવનથી એક વૃક્ષ ધરાશાયી થતા પંચાયતનાં સભ્યનું દટાઇ જવાથી મૃત્યું નિપજયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી છવાયેલાં રહેતાં વાદળાંને કારણે અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ગગડયો હતો. જેને કારણે ગુરુવારે અમદાવાદનું તાપમાન ૪૦.૪, વડોદરા ૩૮.૨,ભુજ ૩૭.૪, સુરત ૩૩.૪ અને રાજકોટ ૩૮.૪ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

હવામાન ખાતા દ્વારા હજુ આગામી ૨૪ કલાક દરમિયાન વાદળાં છવાયેલાં રહેવાની તથા અનેક વિસ્તારોમાં ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati